Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિક્ષકના એક થપ્પડથી બાળકના ચહેરાનો બદલાયો રંગ, માતાએ લગાવ્યો આ આરોપ

શિક્ષકે માર મારતાં 11 વર્ષના બાળકને પાંડુરોગ! હોમવર્ક ન કરવાના કારણે શિક્ષકે માર્યો ઢોર માર માતાનો આક્ષેપ: શિક્ષકના મારથી બાળકને પાંડુરોગ થયો ચીન (Chin) ના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યુનાન પ્રાંત (Yunnan Province) ની યિફુ પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 11 વર્ષના...
શિક્ષકના એક થપ્પડથી બાળકના ચહેરાનો બદલાયો રંગ  માતાએ લગાવ્યો આ આરોપ
Advertisement
  • શિક્ષકે માર મારતાં 11 વર્ષના બાળકને પાંડુરોગ!
  • હોમવર્ક ન કરવાના કારણે શિક્ષકે માર્યો ઢોર માર
  • માતાનો આક્ષેપ: શિક્ષકના મારથી બાળકને પાંડુરોગ થયો

ચીન (Chin) ના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા યુનાન પ્રાંત (Yunnan Province) ની યિફુ પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થી લિયુ સાથે જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. લિયુની માતા હુઆંગે દાવો કર્યો છે કે સ્કૂલમાં હોમવર્ક ન કરવાના કારણે શિક્ષકે તેના બાળકને એટલી જોરથી માર માર્યો કે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો છે. મહિલાનું કહેવું છે કે, તેને પાંડુરોગ (Pellagra) થયો છે.

ઘટનાની વિગત

આ ઘટના 3 મહિના પહેલા બની હતી. હુઆંગે કહ્યું કે, તે ત્યારે જ પોતાના બાળક લિયુને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યારે તેણીએ જોયું કે તેનો ચહેરું ખૂબ જ સૂજી ગયો છે. લિયુએ તેની માતાને જણાવ્યું કે, ક્લાસમાં હોમવર્ક ન કરવાને કારણે શિક્ષકે તેના જમણા ગાલ પર ત્રણ વાર જોરથી થપ્પડ માર્યા હતા. આ થપ્પડના કારણે તેનો ચહેરો સૂજી ગયો હતો અને તેને ખૂબ દર્દ થવા લાગ્યું હતું. આ બનાવના ત્રણ મહિના બાદ, લિયુના ચહેરાના આ જમણા ભાગમાં ચામડીના રંગમાં બદલાવ નોંધાયો છે, અને પરિણામે તેનું પાંડુરોગ (Pellagra) નામના રોગ તરીકે નિદાન થઇ રહ્યું છે. જોક પાંડુરોગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, સંશોધકો માને છે કે તે પર્યાવરણને કારણે થઈ શકે છે. સ્કૂલના સ્ટાફ મેમ્બરે ચીની મીડિયા આઉટલેટ બેનલિયુ ન્યૂઝને જણાવ્યું કે છોકરાને પાંડુરોગ નામની બીમારી હોવાનું નિદાન થયું છે. શાળા હાલમાં સંડોવાયેલા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી નક્કી કરવા માટે પોલીસ તપાસ અને ફોરેન્સિક ઈજાના મૂલ્યાંકનના પરિણામોની રાહ જોઈ રહી છે.

Advertisement

Advertisement

પરિણામ અને વિવાદ

હુઆંગે હોસ્પિટલના બિલ અંગે શિક્ષકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઇ જવાબ મળ્યો નહોતો. તેણી હજી પણ તેના બાળક માટે વળતરની રાહ જોઈ રહી છે. આ ઘટનાએ ઓનલાઇન યુઝર્સમાં ભારે રોષ ઊભો કર્યો છે. એક યૂઝરે જણાવ્યું, "આવા શિક્ષકને ઓછામાં ઓછી 3 મહિનાની સજા થવી જોઈએ." ચીનમાં આ પહેલા પણ સ્કૂલોમાં બાળકો પર કરાયેલા અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવી છે, જે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય માટે ગંભીર અસરકારક રહી છે.

પાંડુરોગ અને તેના સામાજિક પડકારો

પાંડુરોગના દર્દીઓ ઘણીવાર ખોટી માન્યતાઓ અને ભેદભાવનો સામનો કરે છે, કારણ કે ઘણા લોકો માને છે કે આ રોગ ચેપી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, પાંડુરોગના દર્દીઓમાં સામાન્ય વસ્તી કરતાં વધુ દરે ચિંતા અથવા તણાવ અનુભવે છે. આ વધેલા જોખમ સામાજિક પરિસ્થિતિઓમાં પડકારોથી ઉદ્દભવી શકે છે, જે તેમના માટે સ્વીકારવામાં અને અન્ય લોકો સાથે રહેવાનું મુશ્કેલ બનાવે છે.

આ પણ વાંચો:  તાલિબાનનો એક નિર્ણય અફઘાનિસ્તાનની આખી પેઢીના ભવિષ્ય માટે બન્યો મોટો ખતરો

Tags :
Advertisement

.

×