Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor : લપડાક ખાધા બાદ પણ પાકિસ્તાન જનરલની...હોંશિયારી અને ફિશીયારી

Operation Sindoor બાદ પાકિસ્તાન સેના જનરલ અહેમદ ચૌધરી (DG ISPR Ahmed Chaudhry) એ નિવેદન આપ્યું છે કે, પાકિસ્તાન ભારતીય આક્રમણનો સંપૂર્ણ જવાબ આપી રહ્યું છે અને આપશે.
operation sindoor   લપડાક ખાધા બાદ પણ પાકિસ્તાન જનરલની   હોંશિયારી અને ફિશીયારી
Advertisement
  • Operation Sindoor બાદ પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું
  • ભારતીય હુમલામાં 26 આતંકવાદીઓ માર્યા ગયા છે અને 46 ઘાયલ થયા છે
  • ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાની સેના ક્યારેય મૃત્યુથી ડરતી નથી

Operation Sindoor : ભારતના હાથે લપડાક ખાધા બાદ પણ પાકિસ્તાનના સેનાના ડીજી આઈએસપીઆર જનરલ અહેમદ ચૌધરી (DG ISPR Ahmed Chaudhry) એ જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતીય આક્રમણનો સંપૂર્ણ જવાબ આપી રહ્યું છે અને આપશે. પાકિસ્તાની સેનાએ ભારતે કરેલા હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. Operation Sindoor દરમિયાન પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. ભારતીય હુમલામાં 26 આતંકવાદીઓ માર્યા ગયા છે અને 46 ઘાયલ થયા છે.

શું કહ્યું પાકિસ્તાની જનરલે ?

પાકિસ્તાન સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારતે આ હુમલો પાકિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને કર્યો છે. પાકિસ્તાને સ્વબચાવમાં આ હુમલાનો આ રીતે જવાબ આપ્યો. DG ISPR Ahmed Chaudhry એ કહ્યું કે, ભારતે યુદ્ધનું કૃત્ય કર્યું છે અને સેના તેનો જવાબ પોતાની રીતે અને પોતાના સમયે આપશે. વધુમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતની આક્રમકતાનો સખત જવાબ આપી રહ્યું છે અને આમ કરવાનું ચાલુ રાખશે. જો ભારતને પાકિસ્તાનની લશ્કરી તાકાત અંગે કોઈ ગેરસમજ હોય ​​તો તે દૂર કરવામાં આવશે. ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાની સેના ક્યારેય મૃત્યુથી ડરતી નથી, અમે ચોક્કસપણે ભારતને યોગ્ય જવાબ આપીશું.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Operation Sindoor :કોણ છે કર્નલ સોફિયા કુરેશી, જેમણે દુનિયા સમક્ષ ખોલી નાખી પાકિસ્તાનની પોલ

ખોટો દાવો

પાકિસ્તાન સેના જનરલ ચૌધરી (DG ISPR Ahmed Chaudhry) એ ભારતીય લડાયક વિમાનો પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હોવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ ભારતીય વિમાનને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી અને કોઈ પણ પાકિસ્તાની જેટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. ભારતે પોતાની સરહદ પરથી પાકિસ્તાનની ધરતી પર મિસાઈલ છોડી છે. પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, સરહદ પર પણ પાકિસ્તાન અને ભારતની સેનાઓ વચ્ચે અથડામણ થઈ છે. પાકિસ્તાની સેનાએ આ આક્રમણ માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા (LoC) પરની તે ભારતીય ચોકીઓ જ્યાંથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું તેનો નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સરહદી બોમ્બમારાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

DG ISPR Ahmed Chaudhry Gujarat First-

DG ISPR Ahmed Chaudhry Gujarat First-

અમે ભારતને જવાબ આપીશું: શાહબાઝ

ભારતના હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shahbaz Sharif) એ પણ પ્રતિક્રિયા આપી છે. ભારતના મિસાઇલ હુમલા પર પ્રતિક્રિયા આપતા શાહબાઝે કહ્યું છે કે પાકિસ્તાનને બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. આ યુદ્ધના કૃત્યનો જવાબ આપવાનો અમને અધિકાર છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif) એ કહ્યું છે કે પાકિસ્તાની લોકો પર હુમલા સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Operation Sindoor : શું થયું, કેવી રીતે થયું, શા માટે થયું અને આગળ શું...'ઓપરેશન સિંદૂર' ની ઘટના સરળ શબ્દોમાં સમજો

Tags :
Advertisement

.

×