Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor : ભારતની એરસ્ટ્રાઈક તમીતમી ઉઠયા પાક PM શું બોલ્યા?

operation sindoo: ભારતના એર સ્ટ્રાઇક દ્વારા પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનું (Shahbaz Sharif)નિવેદન સામે આવ્યું છે. શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા X પર જાહેર કરેલા (X Statement)એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ "કાયર હુમલા" કરવામાં આવ્યા છે....
operation sindoor   ભારતની એરસ્ટ્રાઈક તમીતમી ઉઠયા પાક pm શું બોલ્યા
Advertisement

operation sindoo: ભારતના એર સ્ટ્રાઇક દ્વારા પર પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફનું (Shahbaz Sharif)નિવેદન સામે આવ્યું છે. શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા X પર જાહેર કરેલા (X Statement)એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ સ્થળોએ "કાયર હુમલા" કરવામાં આવ્યા છે. વડા પ્રધાન શરીફે લખ્યું, 'પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે.' તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સેના અને લોકો સંપૂર્ણપણે એક છે અને દેશનું મનોબળ ઊંચું છે.

Advertisement

ભારતે આતંકવાદ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ

ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો કર્યો છે. શરૂઆતની માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ આ હુમલામાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા છે અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.

Advertisement

આતંકવાદીઓએ બૈસરન ખીણને નિશાન બનાવ્યું

પહેલગામમાં આતંકવાદીઓએ બૈસરન ખીણને નિશાન બનાવ્યું હતું અને આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા બાદ ભારતે ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આખરે પાકિસ્તાન પર હુમલો કર્યો છે.

ભારત આજે એટલે કે 7 મેના રોજ દેશભરમાં એક મોક ડ્રીલ કરવાનું હતું, પરંતુ તે પહેલાં જ પાકિસ્તાને તેના ઘણા સ્થળો પર હુમલો કર્યો છે. ભારતે પાકિસ્તાન પર ત્રણ જગ્યાએ મિસાઇલોથી હુમલો કર્યો છે. પીઓકેમાં અનેક મોટા વિસ્ફોટો સંભળાયા. ઘણા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો નજીક પાકિસ્તાની કાશ્મીર ક્ષેત્રમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટો પછી શહેરમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×