Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી હાહાકાર! પ્રેગનેન્ટ મહિલાઓ અધુરા મહિને કરાવી રહી છે ડિલીવરી

નિયમ અનુસાર જો કોઇ વ્યક્તિનો જન્મ અમેરિકામાં થાય છે તો તેને જન્મના આધારે અમેરિકન નાગરિકતા મળી જતી હતી, ભલે તેમના માતા પિતા કોઇ અન્ય દેશના પણ હોય.
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી હાહાકાર  પ્રેગનેન્ટ મહિલાઓ અધુરા મહિને કરાવી રહી છે ડિલીવરી
Advertisement
  • ટ્રમ્પના નિર્ણયના કારણે ગર્ભવતી મહિલાઓ ચિંતિત
  • પ્રિમેચ્યોર ડિલીવરી માટે મહિલાઓ લગાવી રહી છે લાઇનો
  • પ્રિમેચ્યોર ડિલીવરી કરાવવા માટે ડોક્ટરો પર થઇ રહ્યું છે દબાણ

વોશિંગ્ટન : નિયમ અનુસાર જો કોઇ વ્યક્તિનો જન્મ અમેરિકામાં થાય છે તો તેને જન્મના આધારે અમેરિકન નાગરિકતા મળી જતી હતી, ભલે તેમના માતા પિતા કોઇ અન્ય દેશના પણ હોય.

ટ્રમ્પના કારણે ગર્ભવતી મહિલાઓની વધી ચિંતા

જન્મના આધારે નાગરિકતા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયે ગર્ભવતિ મહિલાઓને ચિંતામાં નાખી દીધા છે. સમાચાર છે કે, હવે હોસ્પિટલમાં એવી મહિલાઓ દસ્ક્ત આપી રહી છે, જે સમયથી પહેલા જ એટલે કે 20 ફેબ્રુઆરીની પહેલા ડિલીવીર કરાવવા માંગે છે. સોમવારે જ ટ્રમ્પે અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. એક સર્વેમાં સામે આવ્યું કે, અનેક અમેરિકી વયસ્ક આ નિર્ણયની વિરુદ્ધ છે.

Advertisement

આ પણ વાંચો : China Artificial Sun : ચીને નકલી સૂરજથી ઉત્પન્ન કર્યું 10 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન

Advertisement

લોકો પ્રિમેચ્યોર ડિલીવરી માટે આવી રહી છે ઇન્કવાયરી

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ન્યૂ જર્સીના ડોક્ટર ડી.રામા જણાવે છે કે, તેની પાસે સમય પહેલા ડિલીવરી કરવાની અપીલ ઝડપથી વધી રહી છે. તેમાંથી મોટા ભાગના ભારતીય મહિલાઓ છે, જે પોતાની પ્રેગનેન્સીના 8 અથવા 9માં મહિનામાં છે. આ તમામ 20 ફેબ્રુઆરી પહેલા સી સેક્શન કરાવવા માંગે છે. ખાસ વાત છે કે તેમાં અનેક મહિલાઓ એવી છે, જેની ડિલીવરીમાં હજી પણ મહિનાનો સમય બાકી છે.

અનેક મહિલાઓ કરી રહી છે પડાપડી

ડોક્ટર રામાએ સમાચારમાં જણાવ્યું કે, સાત મહિનાની પ્રેગનેંટ મહિલા પોતાના પતિની સાથે આવી હતી અને પ્રી ટર્મ ડિલીવરી કરાવવા માંગતી હતી. તેમની ડિલીવરી માર્ચ માટે ડ્યુ છે. 20 ફેબ્રુઆરી બાદ એવા પેરેન્ટ્સના બાળકોને પોતાના નામ નાગરિકતા નહીં મળે, જે અમેરિકાના નાગરિક નથી અથવા તો ગ્રીનકાર્ડ ધારક નથી.

આ પણ વાંચો : Big Breaking : GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર! ભરતી પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર

બાળકોને થઇ શકે છે અનેક પ્રકારની સમસ્યા

ટેક્સાસની એક ડોક્ટર એસજી મુક્કલે કહ્યું કે, હું જોડોને તે જણાવવાનો પ્રયાસ કરી રહી છું કે, જો પ્રી ટર્મ ડિલીવરી શક્ય છે , તો તે પણ માં અને બાળક માટે મોટુ જોખમ પેદા કરી શકે છે. જેની જટિલતાઓમાં અવિકસિત ફેફસા, ઓછુ વજન, ન્યૂરોલોજિકલ સમસ્યાઓ સહિત અનેક વાતોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ગત્ત બે દિવસથી 15 થી 20 જોડાઓ સાથે વાત કરી ચુક્યા છે.

ગ્રીન કાર્ડ માટે 6 વર્ષથી રાહ જોઇ રહ્યા છે

માર્ચમાં બાળકને જન્મ આપવાની તૈયારી કરી રહી એક મહિલાને અખબારને જણાવ્યું કે, અમે અમારા ગ્રીન કાર્ડ માટે 6 વર્ષથી રાહ જોઇ રહ્યા છે. અમારા પરિવારને સ્થિરતા અપાવવા માટે અહીં જ એક પદ્ધતી છે. અમે અનિશ્ચિતતાઓથી ડરેલા છીએ. 8 વર્ષ પહેા બિનકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા એક વ્યક્તિએ અખબારને જણાવ્યું કે, તે તથા તેની પત્ની ટ્રમ્પના આ નિર્ણય વિશે સાંભળીને દુખી છે.

આ પણ વાંચો : Share Market Closing: શેરબજારમાં નજીવા વધારા સાથે બંધ,આ શેરમાં તેજી

તેમણે કહ્યું કે, અમે વિચાર્યું હતું કે અમે શરણાર્થી બની જઇશું, પરંતુ ત્યારે મારી પત્ની ગર્ભવતી થઇ ગઇ અને અમારા વકીલે કહ્યું કે, અમે અમારા બાળકો દ્વારા સીધી જ નાગરિકતા મેળવી શકીએ છીએ.

ટ્રમ્પની વિરુદ્ધ કેસ દાખલ

અમેરિકાના 22 પ્રાંતોના એટોર્ની જનરલે ટ્રમ્પના તે શાસકીય આદેશ વિરુદ્ધ મંગળવારે કેસ દાખલ કર્યો જેના અંતર્ગત દેશમાં જન્મ લેનારા કોઇ પણ વ્યક્તિને આપોઆપ નાગરિકતા મળી જવાના કારણે 900 વર્ષ જુના કાયદાને ખતમ કરવા માટે પગલું ઉઠાવાયું છે.

આ પણ વાંચો : નામ શરીફુલ ઇસ્લામ, ઉંમર 31 વર્ષ... પુરાવા મળ્યા કે સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ બાંગ્લાદેશી

બાળકના જન્મના આધારે માતા પિતાને મળે છે ગ્રીનકાર્ડ

આ નિયમ અંતર્ગત જો કોઇ વ્યક્તિનો જન્મ અમેરિકામાં થયો છે તો જન્મના આધારે તેને અમેરિકી નાગરિકતા મળી જતી હતી. ભલે તેના માતા-પિતા બીજા કોઇ અન્ય દેશના હોય તો પણ બાળક અમેરિકી નાગરિક ગણાતો હતો. તેના આધારે તેના માતા પિતાને અમેરિકી નાગરિકતા મળી જતી હતી.

આ પણ વાંચો : Surat : હચમચાવે એવો કિસ્સો! 13 વર્ષીય ભાઈએ 1 વર્ષીય બહેનની કરી હત્યા, કારણ જાણી સૌ ચોંક્યા!

Tags :
Advertisement

.

×