Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : બલુચિસ્તાનમાં થયેલ કુલ 3 અથડામણોમાં પાકિસ્તાનના 15 સૈનિકો માર્યા ગયા

બલુચિસ્તાનમાં પાકિસ્તાન સૈન્ય દળ પર BLA, BLF અને BRG એ સાથે મળીને કુલ 3 ઘાતક હુમલા કર્યા છે. આ હુમલામાં 15 પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ થયા છે. વાંચો વિગતવાર.
pakistan   બલુચિસ્તાનમાં થયેલ કુલ 3 અથડામણોમાં પાકિસ્તાનના 15 સૈનિકો માર્યા ગયા
Advertisement
  • બલુચિસ્તાનમાં પાકિસ્તાન સૈન્ય દળ પર ઘાતક હુમલો કરાયો
  • BLA, BLF અને BRG એ સાથે મળીને કર્યા IED બ્લાસ્ટ
  • 15 પાકિસ્તાની સૈનિકો સહિત 3 બલુચ લડવૈયાઓ પણ માર્યા ગયા

Pakistan : બલુચિસ્તાનમાં બલુચ હુમલાખોરોના BLA, BLF અને BRG જૂથો સાથેની 3 લડાઈમાં પાક. સેનાના 15 સૈનિકો મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અલગાવવાદી સશસ્ત્ર જૂથોએ પાકિસ્તાની સેના સામે રીતસરનો મોરચો ખોલી દીધો છે. બલુચિસ્તાનના ઘાતક લડવૈયાઓ અને પાકિસ્તાન સેના વચ્ચે થયેલ ઘાતક અથડામણમાં પાકિસ્તાનના 15 સૈનિકો અને બલુચિસ્તાનના 3 જવનો માર્યા ગયા છે. બલુચ લિબરેશન આર્મી (BLA) એ એક નિવેદનમાં આ માહિતી આપી છે. જેમાં કલાતમાં થયેલા એન્કાઉન્ટર દરમિયાન પાકિસ્તાની સેનાના 6 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ક્વેટા અને સયાજીમાં પણ પાકિસ્તાની સેનાના કુલ 9 જવાનોના મૃત્યુ થયા છે.

BLA ની 2 ટુકડીઓએ હુમલો કર્યો

ક્વેટ્ટાના દઘારી વિસ્તારમાં BLA ટુકડીઓ સાથે પાકિસ્તાની દળોની અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન પાકિસ્તાનના 9 સૈનિકો અને બલુચિસ્તાનના 3 જવનો માર્યા ગયા છે. BLA એ કલાતના કોહાક વિસ્તારમાં IED નો ઉપયોગ કરીને પાકિસ્તાની સૈન્યના કાફલા પર હુમલો કર્યો હતો, ત્યારબાદ જમીન પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જૂથે દાવો કર્યો હતો કે BLA ની 2 ટુકડીઓએ દુશ્મન સૈનિકોને ઘેરી લીધા હતા. એક કલાક ચાલેલી લડાઈમાં, 9 પાકિસ્તાની સૈનિકો સ્થળ પર જ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ એન્કાઉન્ટરમાં BLA ફાઈટર નોરોઝ પણ માર્યો ગયો હતો.

Advertisement

આ પણ વાંચોઃ India-Pakistanના સંરક્ષણ પ્રધાન એક મંચ પર જોવા મળ્યા, જાણો શું થઈ વાતચીત

Advertisement

2 IED હુમલાની લીધી જવાબદારી

BLA એ આપેલા એક નિવેદન અનુસાર આ અથડામણના અઠવાડિયા અગાઉ 20 જૂને, તેના લડવૈયાઓ લિંગાસી વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય સાથે અથડામણ કરી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ બીજા લડાકુ જૂથ બલુચ લિબરેશન ફ્રન્ટ (BLF) એ પણ એક નિવેદન બહાર પાડીને 25 જૂને ગ્વાદર, અવારન અને કેચ જિલ્લામાં પાકિસ્તાની લશ્કરી થાણાઓ પર થયેલા હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. કાચી જિલ્લા અને નસીરાબાદમાં લશ્કરી વાહનોને નિશાન બનાવીને 2 IED હુમલા કર્યા હોવાની કબૂલાત પણ BLF કરી છે.

આ પણ વાંચોઃ Israel Iran War : ઈરાનના સુપ્રીમ લીડરે ખામેનીએ કહ્યું, અમેરિકાના મોઢે તમાચો..!

Tags :
Advertisement

.

×