Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાને છોડ્યો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ, લોકો ઉડાવી રહ્યા છે મજાક, પાણીની ટાંકી સાથે તુલના

પાકિસ્તાને શુક્રવારે પોતાના પહેાલ સ્થાનીક રિતે વિકસિત ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ (EO-1) ઉપગ્રહ લોન્ચ કર્યો છે. જેને ચીનના જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો
પાકિસ્તાને છોડ્યો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ  લોકો ઉડાવી રહ્યા છે મજાક  પાણીની ટાંકી સાથે તુલના
Advertisement
  • પાકિસ્તાની દ્વારા પ્રથમ સ્વદેશી ઉપગ્રહ છોડવામાં આવ્યો
  • પાણીની ટાંકી જેવો આકાર હોવાના કારણે લોકોએ મજાક ઉડાવી
  • શાહબાજની પોસ્ટ પર મીમ બનીને થઇ રહ્યા છે ખુબ જ વાયરલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાને શુક્રવારે પોતાના પહેાલ સ્થાનીક રિતે વિકસિત ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ (EO-1) ઉપગ્રહ લોન્ચ કર્યો છે. જેને ચીનના જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો, જો કે લોન્ચિંગ બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યૂઝ આ રોકેટના આકારની તુલના પાણીના ટેંકર સાથે થઇ રહી છે. પાકિસ્તાની સેટેલાઇટ અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ અને જોક્સનું પુર આવી ગયું છે.

શહબાજની પોસ્ટનો મજાક

પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફે પાકિસ્તાનની ઉપલબ્ધિના વખાણ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સેટેલાઇટની તસ્વીરો પોસ્ટ કરી. ત્યાર બાદ યુઝરે મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર યુઝર પાકિસ્તાની સેટેલાઇટની સાથે પાણીના ટેંકરની તસ્વીરો શેર કરતા બંન્નેએ સમાનતા ગણાવી રહ્યા છે.

Advertisement

પાણીની ટાંકી સાથે તુલના

શહબાજ શરીફે ટ્વીટ પર જવાબ આપતા એક યુઝરે લખ્યું કે, હેલો શહબાજ ભાઇ, મોટર બંધ કરી દો, હવે ભરાઇ ગયું છે પાણી પાડોશીઓના ધર સુધી પહોંચી ગયું છે. એક બીજા યુઝરે પાણીની ટાંકીની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે, બિલ્કુલ એવી જ. એક અન્યએ લખ્યું કે, અરે કોઇની પાણીની ટાંકી ચોરીને લાવ્યા છો.

Advertisement

શહબાઝ શરીફે શેર કરી તસ્વીર

સેટેલાઇટની તસ્વીર શેર કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે તેને દેશ માટે ગર્વની પળ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને ચીનના જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી પોતાના પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઉપગ્રહને ગર્વથી લોન્ચ કર્યો છે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડારે પણ એક પોસ્ટમાં શુભકામના પાઠવી અને લોન્ચને મહત્વપુર્ણ ઉપલબ્ધિ અને અંતરિક્ષ વિજ્ઞાનમાં પાકિસ્તાનની વધતી ક્ષમતાઓનું પ્રમાણ ગણાવ્યું.

પાકિસ્તાનથી પહેલા સ્વદેશી ઉપગ્રહને SUPARCO ના નેતૃત્વમાં બનાવાયો છે. ઇઓ-1 ઉપગ્રહથી સારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કૃષિ નિયંત્રણ અને સારા શહેરી નિયોજન જેવા વ્યવહારિક લાભ મળવાની આશા છે. પાકિસ્તાની વડાપ્રધાને ઉપગ્રહને દેશની પ્રગતિની દિશામાં મોટી હરણફાળ ગણાવી હતી.

Tags :
Advertisement

.

×