Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan Govt : પાકિસ્તાન સરકાર IMF ની શરતોનું પાલન નહીં કરે તો...’!

પાકિસ્તાનને IMF પાસે આર્થિક મદદ મળી (Pakistan Govt) IMF લોન મેળવવા પાક સામે કડક શરતો મૂકી  પાક ના નાણા સચિવને હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યું Pakistan Govt : તાજેતરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન(Pakistan Govt)ની આર્થિક સ્થિતિ અત્યંત નબળી...
pakistan govt    પાકિસ્તાન સરકાર imf ની શરતોનું પાલન નહીં કરે તો   ’
Advertisement
  • પાકિસ્તાનને IMF પાસે આર્થિક મદદ મળી (Pakistan Govt)
  • IMF લોન મેળવવા પાક સામે કડક શરતો મૂકી 
  • પાક ના નાણા સચિવને હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યું

Pakistan Govt : તાજેતરમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન(Pakistan Govt)ની આર્થિક સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ છે, જેના કારણે તેણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) પાસે આર્થિક મદદ માટે હાથ ફેલાવવો પડ્યો છે. આઈએમએફ તરફથી લોન મળવા માટે પાકિસ્તાનને કેટલીક કડક શરતો માનવી પડી છે, જેણે શાહબાઝ શરીફ સરકાર માટે મોટા પડકારો ઊભા કર્યા છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, આઈએમએફએ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ની સ્વાયત્તતા જાળવવા માટે કેટલાક તાત્કાલિક પગલાં ભરવા આદેશ આપ્યો છે. આમાં સૌથી મહત્વની શરત એ છે કે આઈએમએફએ પાકિસ્તાન સરકારને SBPના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી નાણા સચિવને તાત્કાલિક હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

SBPમાંથી નાણા સચિવને હટાવવા IMFનો આદેશ

આઈએમએફએ બીજી વાર પાકિસ્તાન સરકારને SBPના બોર્ડમાંથી નાણા સચિવને હટાવવા અલ્ટીમેટમ આપ્યું છે. 2022માં આઈએમએફના દબાણના કારણે નાણા સચિવના મતદાન અધિકારો સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હજુ પણ બોર્ડના સભ્ય છે. આઈએમએફનું માનવું છે કે, નાણા સચિવની હાજરીથી સેન્ટ્રલ બેંકના સ્વતંત્ર કામકાજમાં અડચણો ઊભી થાય છે. આ પગલાનો હેતુ સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવવાનો છે.

Advertisement

આ પણ  વાંચો -VIDEO: વ્હાઈટ હાઉસમાં મેલોનીએ કર્યું 'નમસ્તે', જોતી રહી ગઈ દુનિયા

Advertisement

ડેપ્યુટી ગવર્નરના બે પદ પણ તાત્કાલીક ભરો’

આઈએમએફએ પાકિસ્તાન સરકારને SBPમાં ખાલી પડેલા બે ડેપ્યુટી ગવર્નરના પદોને તાત્કાલિક ભરવા માટે કહ્યું છે. આઈએમએફનું કહેવું છે કે આવા મહત્વના પદો લાંબા સમય સુધી ખાલી રહેવા ન જોઈએ કારણ કે તેનાથી નીતિ વિષયક નિર્ણયો લેવામાં અવરોધ ઊભો થાય છે. આઈએમએફએ એમ પણ કહ્યું છે કે, પાક. સરકાર બેંકિંગ કંપનીઝ ઓર્ડિનન્સ-1962માં સુધારો કરે અને ફેડરલ સરકારને વાણિજ્યિક બેંકોનું નિરીક્ષણ કરવાના અધિકારથી વંચિત કરવામાં આવે.

આ પણ  વાંચો -Trump-Zelensky : યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને અમેરિકાને 'કિંમત' ચૂકવવી પડશે!

પાકિસ્તાન સરકાર IMFની શરતોનું પાલન નહીં કરે તો...’

પાકિસ્તાન આઈએમએફના સાત અબજ ડોલરના વિસ્તૃત લોન પ્રોગ્રામને લાગુ કરી રહ્યું છે. જો પાકિસ્તાનને લોન જોઈતી હોય તો તેણે આઈએમએફની શરતોનું ફરજીયાત પાલન કરવું પડે. આઈએમએફ પાકિસ્તાનને એક પછી એક હપ્તા તરીકે લોન આપવાની છે. જો તે શરતોનું પાલન કરશે તો જ તેને એક અબજ ડોલરનો હપ્તો મળશે, તેથી શાહબાજ સરકાર માટે આઈએમએફના કડક આદેશોને અવગણવા મુશ્કેલ છે. આઈએમએફની ટીમ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં પાકિસ્તાનની મુલાકાત લે તેવી સંભાવના છે. આ મુલાકાત પહેલાં શાહબાઝ સરકારે આઈએમએફની શરતોને પૂર્ણ કરવા માટે નિર્ણાયક પગલાં ભરવા પડશે.

Tags :
Advertisement

.

×