Pakistan ની આજીજી, ભારતના હાઈટેક વેપનથી બચવા અમને શસ્ત્રો આપો
- પાકિસ્તાન ડેલિગેશને અમેરિકાને કરી આજીજી
- ભારત પાસે હાઈટેક વેપન છે અમને આ ટેકનોલોજી આપો
- ભારતે 400 મિસાઈલ સાથે એટેક કર્યો હતો - મુસાદિક મલિક
Pakistani Delegation : ભારતે પોતાના 7 પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોમાં મોકલ્યા છે. જેથી ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની કાર્યવાહી અને પાકિસ્તાને કરેલા પહલગામ આતંકી હુમલા (Pahalgam terrorist attack) ની સમગ્ર વિશ્વને જાણ થાય. ભારતની વાદે વાદે પાકિસ્તાને પણ પોતાનું એક પ્રતિનિધિ મંડળ અમેરિકા મોકલ્યું છે. જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) કરી રહ્યા છે. આ પ્રતિનિધિ મંડળે વોશિંગ્ટનમાં રીતસરની કાકલુદીભર્યા સ્વરે કહ્યું કે, ભારતની ટેકનોલોજી અમારાથી ઘણી આગળ છે, ભારતના હાઈટેક વેપનથી બચાવવા અમને શસ્ત્ર આપો.
પાકિસ્તાનને ભવિષ્યનો ડર
13 સભ્યોનું પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ આ દિવસોમાં વોશિંગ્ટનમાં છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભવિષ્યથી ડરી રહ્યું છે. તેણે અમેરિકા પાસેથી હાઈટેક વેપનની માંગણી કરી છે. પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિક (Musadiq Malik) એ અમેરિકાને હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ફાઈટર વિમાનો આપવા વિનંતી કરી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાન ભારત સામે જે બડાઈ હાંકતું હતું તે સંપૂર્ણપણે ખોટી હતી. પાકિસ્તાને ભવિષ્યમાં ભારત તરફથી કોઈપણ હુમલાને ટાળવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ Pakistan ની વધુ એક ઈન્ટરનેશનલ બેજ્જતી, અમેરિકન સાંસદે સરાજાહેર આતંકવાદી જૂથને ખતમ કરવાની આપી સલાહ
અમે કાટમાળમાં દટાઈ ગયા હોત...
Pakistani delegation એ સ્વીકાર્યું છે કે ભારતનો હુમલો ખૂબ મોટો હતો અને તેને ભારે નુકસાન થયું હતું. Musadiq Malik નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે 'ભારત 80 ફાઈટર જેટ લઈને આવ્યું હતું, દરેક જેટમાં 5 મિસાઇલો હતી. કુલ 400 મિસાઈલો... તમે કલ્પના કરી શકો છો કે અમારુ શું થયું હોત. જો અમારી પાસે હવાઈ સંરક્ષણ પ્રણાલી ન હોત, તો અમે કાટમાળમાં દટાઈ ગયા હોત. ભારત પાસે અદ્યતન ટેકનોલોજી છે, અમને ભારત જેવી ટેકનોલોજી આપો.
આ પણ વાંચોઃ યુક્રેન પર રશિયાનો ભયાનક હુમલો! 18 ઇમારતો થઇ ખંડેર, 3 ના મોત