Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા!

  North Korea's Stunning Beach : કિમ જોંગ ઉનની તાનાશાહીના કારણે અવારનવાર ચર્ચામાં રહેતું નોર્થ કોરિયા હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં છવાયું છે. નોર્થ કોરિયાની તસવીર વાઈરલ થતાં લોકો ચોંકીને કહી રહ્યા છે કે આ દેશ આટલો સુંદર હશે...
photos  મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા
Advertisement

North Korea's Stunning Beach : કિમ જોંગ ઉનની તાનાશાહીના કારણે અવારનવાર ચર્ચામાં રહેતું નોર્થ કોરિયા હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયામાં છવાયું છે. નોર્થ કોરિયાની તસવીર વાઈરલ થતાં લોકો ચોંકીને કહી રહ્યા છે કે આ દેશ આટલો સુંદર હશે તે અમે વિચાર્યું નહોતું. તાનાશાહ કિમ જોંગ ઉને વોનસાન કલમા નામના પર્યટન સ્થળની શરૂઆત કરાવી છે

Advertisement

Advertisement

બીચ પર જ અનેક સુવિધાઓ

નોર્થ કોરિયાના દરિયા કિનારે હોટલ અને રિસોર્ટની શરૂઆત થઈ છે. જેમાં 54 હોટલ, બીયર પબ, થિયેટર સહિતની અનેક સુવિધાઓ છે.


કિમ જોંગ ઉન આ શહેરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે અને તેના માટે પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

5 કિમી સુધી ફેલાયેલા આ રિસોર્ટમાં ઈનડોર અને આઉટડોર વોટરપાર્ક, ગોલ્ફ કોર્સ, અનેક શોપિંગ મોલ તથા રેસ્ટોરન્ટ, પાંચથી વધુ બિયર પબ, વીડિયો ગેમ આર્કેડ જેવી અનેક સુવિધાઓ છે.

કુલ 54 હોટલ બનાવવામાં આવી છે, જેમઆ 20 હજાર જેટલા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2018માં શરૂ થઈ હતી. આગામી પહેલી જુલાઈથી આ રિસોર્ટ ટુરિસ્ટો માટે ખૂલી જશે

શિયાએ મદદ કરી હોવાનો દાવો

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર નોર્થ કોરિયાના બીચના વિકાસ કાર્યમાં રશિયાએ મદદ કરી હતી. પર્યટન ઝોનના લોકાર્પણ કાર્યક્રમમાં પણ રશિયાથી વિશેષ મહેમાન નોર્થ કોરિયા પહોંચ્યા હતા.

હાલ તો નોર્થ કોરિયામાં રશિયાના નાગરિકોને જ આવવાની અનુમતિ છે. પણ માનવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે અન્ય દેશોના પર્યટકોને પણ અનુમતિ અપાશે.

Tags :
Advertisement

.

×