ફિલિપાઈન્સમાં ચોતરફ તબાહી, તોફાનના કારણે ઓછામાં ઓછા 26 લોકોના મોત
- ટ્રામી વાવાઝોડું: ફિલિપાઈન્સમાં તબાહી, 26ના મોત
- ફિલિપાઈન્સમાં ટ્રામી વાવાઝોડાની તબાહી: 1.5 લાખ લોકો બેઘર
- ટ્રામી વાવાઝોડાએ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી
ઉષ્ણકટિબંધીય તોફાન ટ્રામી (Typhoon Trami) એ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી છે. તોફાનના કારણે ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે અને 1,50,000થી વધુ લોકોને તેમનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી છે. ચક્રવાત ટ્રામી (Typhoon Trami) ને કારણે મૂશળધાર વરસાદ થયો, જેના કારણે વ્યાપક પૂર અને ભૂસ્ખલન થયું હતું. પૂરના કારણે રસ્તાઓ પર કાર ધોવાઈ ગઈ હતી. સરકારે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે.
પૂરના પાણીમાં ડૂબી જવાથી લોકોના મોત
ઉષ્ણકટિબંધીય તોફાન ટ્રામી (Typhoon Trami) ઉત્તરપૂર્વીય પ્રાંતમાં ત્રાટક્યા બાદ લાખો લોકોને બચાવવા માટે બીજા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી. ઘરની છત પર ફસાયેલા લોકોને મોટરબોટની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. પર્વતીય પ્રાંત ઇફુગાઓના એગુનાલ્ડો શહેરમાં 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો હતો. પૂર અને ભૂસ્ખલનને કારણે બિકોલ પ્રદેશ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. મોટાભાગના લોકો પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.
Tropical Storm Trami makes landfall, floods northern Philippine provinces https://t.co/IdeADdx6N0 pic.twitter.com/EswehFYRli
— Reuters (@Reuters) October 24, 2024
બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
રાહત અને બચાવ કામગીરી માટે 1500 પોલીસકર્મીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. પ્રાદેશિક પોલીસ વડા બ્રિગેડિયર આન્દ્રે ડીઝોને જણાવ્યું હતું કે, "અમે બધાને એકસાથે બચાવી શકતા નથી કારણ કે લોકોની સંખ્યા ઘણી વધારે છે. અમને વધારાની મોટર બોટની જરૂર છે. અમે અસરગ્રસ્ત લોકો જેમને તાત્કાલિક બહાર કાઢી શકતા નથી, તેમના સુધી ખોરાક અને અન્ય આવશ્યક વસ્તુઓ પહોંચાડવાની રીત પર વિચાર કરી રહ્યા છે." અધિકારીઓએ જણાવ્યું કે હવામાન અત્યંત ખરાબ થઇ રહ્યું છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.
સપ્ટેમ્બરમાં યાગી વાવાઝોડાએ મચાવી હતી તબાહી
આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે આ પહેલા ગત સપ્ટેમ્બરમાં યાગી વાવાઝોડાએ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી હતી. ફિલિપાઈન્સમાં દર ઉનાળામાં લગભગ 20 ટાયફૂન આવે છે. 2013માં ટાયફૂન હૈયાનમાં 7,300 થી વધુ લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાએ ઘણા ગામોને તબાહ કરી નાખ્યા.
આ પણ વાંચો: દુનિયાનું સૌથી મોંઘું ક્લબ… 885 અબજોપતિઓનું છે ઘર,બિલ ગેટ્સ સહિતના આ દિગ્ગજો છે સભ્ય


