ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Plane Crash:પુતિને કઝાકિસ્તાન વિમાન દુર્ઘટના બદલ માંગી માફી!

કઝાકિસ્તાન વિમાન દુર્ઘટના મામલો પુતિને દુ:ખદ ઘટના માટે માફી માંગી ઘટનામાં 38 જેટલા લોકોના મોત Azerbaijan Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( Vladimir Putin)રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે...
10:15 PM Dec 28, 2024 IST | Hiren Dave
કઝાકિસ્તાન વિમાન દુર્ઘટના મામલો પુતિને દુ:ખદ ઘટના માટે માફી માંગી ઘટનામાં 38 જેટલા લોકોના મોત Azerbaijan Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( Vladimir Putin)રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે...
Vladimir Putin

Azerbaijan Plane Crash: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( Vladimir Putin)રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે (25 ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર J2-8243 દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુ:ખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

 

ઘટનામાં 38 જેટલા લોકોના મોત

અઝરબૈજાન એરલાયન્સની વિમાન સંખ્યા J2-8243 દક્ષિણી રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના (Kazakhstan Plane Crash)અક્તાઉ શહેરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ઘટનામાં 38 જેટલા લોકોના મોત થયા જ્યારે 29 લોકો બચી ગયા હતા. આ વિમાન J2-8243 ને દક્ષિણી રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે રશિયાના ક્ષેત્રોમાં યુક્રેની ડ્રોન દ્વારા હુમલો થઈ રહ્યો હતો. યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા.

ક્રેમલિનનું નિવેદન

રસિયાના ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે અઝરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો છે. વિમાનનું ડાયવર્ઝન સુરક્ષાને કારણે થયું હતું, કારણ કે તે સમયે ગ્રોઝની, મોઝડોક અને વ્લાદિકાવકાઝમાં યુક્રેનિયન ડ્રોન હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે તેમને નિષ્ફળ કરવા માટે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી.

આ પણ  વાંચો -Pakistan: પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની એર સ્ટાઇક, 19 સૈનિકોના મોત

અઝરબૈજાનની શરૂઆતી તપાસ

અઝરબૈજાનની શરૂઆતી તપાસમાં વિમાન પર બાહરી હસ્તક્ષેપની વાત કહેવામાં આવી, જેના કારણે વિમાન અનિયંત્રિત થઈ કઝાકિસ્તાન તરફ વળી ગયું. તપાસમાં વિમાનના પાંખિયામાં ગોળીના નિશાન પર જોવા મળ્યા. જે તે સંકેત આપે છે કે રશિયાની ડિફેન્સ સિસ્ટમ તરફથી વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હશે.

આ પણ  વાંચો -Yemen Airport પર ઈઝરાયેલના હુમલાનો વીડિયો આવ્યો સામે

રશિયાનો પક્ષ અને પક્ષીઓની અથડામણનો દાવો

આ દુર્ઘટના બાદ રશિયાએ આ ઘટનાને પક્ષીઓની ટક્કર સાથે જોડી હતી, પરંતુ અઝરબૈજાન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ આ દાવા પર સવાલો ઉઠાવ્યા હતા.

 

 

 

 

Tags :
Azerbaijan AirlinesGujarat FirstHiren daveKazakhstan plane crashrussiaVladimir Putin
Next Article