Plane Crash: રશિયામાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, 4 લોકોના થયા મોત
- રશિયામાં મોસ્કો વિસ્તારના વિમાન દુર્ધટના
- આ પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા
- 4 પાયલોટ અને ટ્રેઈની લોકો સવાર હતા
Russia Plane Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ગોઝારી દુર્ઘટનાને હજુ 1 મહિનો પણ પૂર્ણ થયો નથી અને વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. રશિયાના મોસ્કો વિસ્તારના કોલોમ્નામાં એક વિમાન (Russia Plane Crash )ક્રેશ થયું છે. આ પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ આ એક ટ્રેઈની વિમાન હતું, જેમાં 4 પાયલોટ અને ટ્રેઈની લોકો સવાર હતા, જેમના મોત થયા છે.
વિમાનને ઉડાન ભરવાની મંજૂર મળી નહતી
જણાવી દઈએ કે યાકોવલેવ યાક- 18T વિમાન એરબેટિક્સ કરતા સમયે ક્રેશ થઈ ગયું છે. એન્જિનમાં ખરાબીના કારણે વિમાન એક ખેતરમાં જઈને પડ્યું અને તેમાં આગ લાગી ગઈ. કેટલાક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વિમાનને ઉડાન ભરવાની મંજૂર મળી નહતી. ત્યારે હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે કે આખરે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ છે. યાકોવલેવ યાક-18T એક 4 સીટ વાળું, એક એન્જિનવાળું હલકું વિમાન છે. તેને 1960માં સોવિયત સંઘમાં વિકસિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિમાનને પાયલટ્સની ટ્રેનિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું
તમને જણાવી દઈએ કે 12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના બની હતી અને આ અકસ્માત બાદ દેશભરમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, દેશભરમાં અનેક નાના-મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સદનસીબે 1 વ્યક્તિએ પોતાનો જીવ બચાવી લીધો હતો.


