નેપાળના પૂર્વ PM ઓલીના ચોંકાવનારા આરોપ: આંદોલન પાછળ ભારતનું 'ષડયંત્ર'?
- નેપાળના પૂર્વ વડાપ્રઝાન કેપી ઓલીએ Gen-Zનો લખ્યો પત્ર (Nepal political news)
- પત્રમાં ઓલીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું, આ એક ષડયંત્ર
- ઓલીએ દાવો કર્યો કે, જો મેં ભારતની વાત માની હોત તો હું સત્તામાં રહેત
- બીજી તરફ કાઠમંડુના મેયર બાલેન શાહે Gen-Zને સમર્થન આપ્યું
Nepal political news : શું નેપાળમાં યુવાનો દ્વારા શરૂ કરાયેલ 'Gen Z' આંદોલન માત્ર સરકાર વિરુદ્ધનો વિરોધ છે, કે પછી તેની પાછળ કોઈ 'મોટું ષડયંત્ર' છુપાયેલું છે? આ પ્રશ્ન વચ્ચે નેપાળના પૂર્વ વડાપ્રધાન કે.પી. ઓલીએ યુવાનોને એક ચોંકાવનારો ખુલ્લો પત્ર લખીને સીધા ભારત પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, કાઠમંડુના મેયર બાલેન શાહે યુવાનોને સમજદારીપૂર્વક આગળ વધવાની અપીલ કરી છે.
પૂર્વ વડાપ્રધાનના ગંભીર આરોપો (Nepal political news)
પોતાના પત્રમાં ઓલીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે જો તેમણે ભારતની વાત માની લીધી હોત, તો તેમની સરકાર ઘણા વર્ષો સુધી ટકી હોત. તેમણે દાવો કર્યો કે તેમને એટલા માટે જ સત્તા પરથી હટાવવામાં આવ્યા, કારણ કે તેમણે નેપાળનો એક નવો રાજકીય નકશો સંયુક્ત રાષ્ટ્ર (UN)માં મોકલ્યો હતો.
Oli letter Gen-z
ઓલીએ યુવાનોને ચેતવ્યા
આ નકશામાં ભારત સાથે સીમા વિવાદ ધરાવતા પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પણ સમાવી લેવાયા હતા. ઓલીએ 'Gen Z'ના આંદોલનકારીઓને અપીલ કરી કે તેઓ આ પ્રદર્શનની આડમાં રચાતા 'સત્તા અને વ્યવસ્થા પરિવર્તનના ષડયંત્ર'ને સમજે. તેમણે યુવાનોને ચેતવ્યા કે તેમની નિર્દોષતાનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે અને દેશના બંધારણને ખતમ કરવાનું એક મોટું કાવતરું ચાલી રહ્યું છે.
રાજકીય લડાઈનો પણ પત્રમાં ઉલ્લેખ
આ ઉપરાંત, તેમણે પોતાની રાજકીય લડાઈઓ પાછળના અંગત દર્દનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે જેલમાં તેમને જે યાતનાઓ અપાઈ, તેના કારણે તેઓ ક્યારેય પિતા ન બની શક્યા. તેમણે કહ્યું કે વ્યક્તિગત રીતે હિંસાની ક્રૂરતા સહન કરી હોવાથી તેઓ હંમેશા શાંતિના પક્ષમાં રહ્યા છે. પોતાના પત્રના અંતમાં, ઓલીએ પોતાની 'હઠીલી' પ્રકૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ સ્વભાવ જ તેમને રાજકીય સંઘર્ષો સામે લડવામાં અને નેપાળની સાર્વભૌમત્વની રક્ષા કરવામાં મદદગાર થયો છે.
Nepal | Kathmandu Mayor Balen Shah tweets, "My request to dear Gen-Z and all Nepalis: The country is currently in an unprecedented situation. You are now taking steps towards a golden future. Please do not panic at this time; be patient. Now the country is going to get an interim… pic.twitter.com/xwA3af8aI4
— ANI (@ANI) September 11, 2025
મેયર બાલેન શાહનો વિવેકપૂર્ણ સંદેશ
ઓલીના પત્ર પછી તરત જ, કાઠમંડુના મેયર બાલેન શાહે એક મહત્વપૂર્ણ ટ્વીટ દ્વારા 'Gen Z' અને તમામ નેપાળી નાગરિકોને ધૈર્ય રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશ અભૂતપૂર્વ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ આ જ સમય છે જ્યારે તેઓ 'સુવર્ણ ભવિષ્ય' તરફ આગળ વધી રહ્યા છે. બાલેન શાહે સૂચન કર્યું કે વર્તમાન સંકટને ઉકેલવા માટે એક કાર્યકારી સરકારની રચના કરવી જોઈએ, જેનું એકમાત્ર કામ દેશમાં નવા લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાનું હોય.
સુશિલા કાર્કીને નેતૃત્વ સોંપવા માંગ (Nepal political news)
મેયરે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને આ કાર્યકારી સરકારનું નેતૃત્વ સોંપવાના 'Gen Z'ના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપ્યું. તેમણે 'Gen Z'ના સમજદારી, જ્ઞાન અને એકતાની પ્રશંસા કરતાં કહ્યું કે આ તેમની પરિપક્વતા દર્શાવે છે. જે યુવા નેતાઓ હાલ સત્તા સંભાળવા માટે ઉતાવળા છે, તેમને બાલેન શાહે કહ્યું કે દેશને તેમની ઊર્જા, વિચાર અને ઈમાનદારીની કાયમી જરૂર છે, ન કે માત્ર અસ્થાયી રીતે. તેમણે યુવાનોને ચૂંટણીની રાહ જોવાની અપીલ કરી. અંતે, તેમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી કે 'Gen Z' દ્વારા લાવવામાં આવેલી ઐતિહાસિક ક્રાંતિની રક્ષા માટે તરત જ સંસદ ભંગ કરવામાં આવે અને કાર્યકારી સરકારની રચના કરવામાં આવે.
આ પણ વાંચો : Sushila Karki biography : નેપાળમાં Gen-Zએ જેને PM માટે સમર્થન આપ્યું છે તે સુશીલા કાર્કી કોણ છે? જાણો તેમનો ઈતિહાસ


