ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi ને બ્રાઝિલના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' થી કરાયા સન્માનિત

બ્રાઝિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' થી સન્માનિત કરવામાં આવ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા (Luiz Inacio Lula da Silva) એ વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા હતા.
06:37 AM Jul 09, 2025 IST | Hardik Prajapati
બ્રાઝિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' થી સન્માનિત કરવામાં આવ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા (Luiz Inacio Lula da Silva) એ વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા હતા.
PM Modi Gujarat First-+++

Brasilia : બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' (National Order of the Southern Cross) થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા (Luiz Inacio Lula da Silva) એ પીએમ મોદી (PM Modi)ને આ સન્માન આપ્યું છે. આ સન્માન ભારત અને બ્રાઝિલ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સિલ્વાએ કહ્યું કે, PM Modi એ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં ઘણી મદદ કરી છે. બંને દેશોએ ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સાથે કામ કર્યુ છે. તેથી જ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

26મુ આંતરરાષ્ટ્રીય સન્માન

ગતરોજ મંગળવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' થી સન્માનિત કર્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભારત અને બ્રાઝિલે ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સાથે કામ કર્યુ છે. જેનાથી બંને દેશોને ખૂબ ફાયદો થયો છે. આ ઉપરાંત પીએમ મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં ઘણી મદદ કરી છે. તેથી મારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી વિદેશી સરકાર દ્વારા તેમને આપવામાં આવેલું આ 26મુ આંતરરાષ્ટ્રીય સન્માન છે.

ઘાનાએ પણ આપ્યું હતું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન

વડાપ્રધાન મોદીની અત્યારની વિદેશયાત્રા દરમિયાન 3 જુલાઈના રોજ પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન 'ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' (Order of the Star of Ghana) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીને તેમના 'પ્રતિષ્ઠિત રાજકારણ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ' માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ પીએમ મોદીને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. વડાપ્રધાન મોદી તેમની 5 દેશોની મુલાકાતના પહેલા તબક્કામાં ઘાના પહોંચ્યા હતા. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે એક અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તે માટે વધુ એક રાષ્ટ્રના વડાનું સમર્થન

16 જૂને સાયપ્રસે કર્યા હતા સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 16 જૂનના રોજ સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III' (Grand Cross of the Order of Makarios III) થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મને સાયપ્રસનું 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III' સન્માન પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો છે. હું તેને આપણા દેશો વચ્ચેની મિત્રતાને સમર્પિત કરું છું.

આ પણ વાંચોઃ Pakistanના પેશાવરમાં લાગી ભીષણ આગ,પાંચના મોત!

Tags :
BrazilBrazilian President Luiz Inacio Lula da SilvaCooperation Between India and BrazilCyprusGhanaGrand Cross of the Order of Makarios IIIGujarat FirstGUJARAT FIRST NEWSHighest Civilian HonorIndia-Brazil RelationsInternational HonorsNarendra ModiNational Order of the Southern CrossOrder of the Star of Ghanapm modi
Next Article