Kuwait નાં સર્વોચ્ચ સન્માનથી PM Modi સન્માનિત, જાણો 'The Order of Mubarak Al Kabeer' વિશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) કુવૈત મુલાકાતનો આજે બીજો દિવસ
- કુવૈતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સન્માનથી થયા સન્માનિત
- PM મોદીને 'ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' થી સન્માનિત કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ કુવૈતની મુલાકાતે છે. આ મુલાકાતનો આજે બીજા દિવસે છે. આજે કુવૈતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' થી (The Order of Mubarak Al Kabeer) સન્માનિત કરવામાં આવ્યા છે. PM મોદીએ આ સન્માન કુવૈતનાં અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબા પાસેથી મેળવ્યું છે. જણાવી દઈએ કે, ઓર્ડર ઓફ મુબારક અલ કબીર કુવૈતનું (Kuwait) નાઈટહુડ સન્માન છે.
માહિતી અનુસાર, આ સન્માન રાજ્યનાં વડાઓ અને વિદેશી શાહી પરિવારોનાં સભ્યોને મિત્રતાનાં પ્રતીક તરીકે આપવામાં આવે છે. PM મોદી પહેલા બિલ ક્લિન્ટન (Bill Clinton), પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ (George Bush) જેવી હસ્તીઓને આ સન્માન આપવામાં આવ્યું છે. કુવૈતની સરકારી સમાચાર એજન્સી KUNA અનુસાર, આ એવોર્ડ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચેનાં સારા સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, PM મોદીને (PM Modi) કોઈપણ દેશ દ્વારા આપવામાં આવેલ આ 20 મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.
આ પણ વાંચો - ભારતના બે મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ, PM Modi એ ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘જય શ્રી રામ’ લખી કર્યાં હસ્તાક્ષર
પીએમ મોદીને 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું
રવિવારે, કુવૈતનાં બાયાન પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Modi) ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને 'ગાર્ડ ઓફ ઓનર' પણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન કુવૈતનાં અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાના આમંત્રણ પર શનિવારે 2 દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા.
આ પણ વાંચો - PM મોદીએ કુવૈતમાં ભારતીયોને સંબોધ્યા, કુંભ માટે આપ્યુ આમંત્રણ
વેપાર અને ઉર્જા સહિત વિવિધ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા
PM નરેન્દ્ર મોદીની આ કુવૈત મુલાકાતથી (PM Modi Kuwait visit) મિત્રતાનો નવો અધ્યાય શરૂ થશે. કુવૈતમાં વિદેશી ભારતીયોની પણ નોંધપાત્ર સંખ્યા છે. ભારત અને કુવૈત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 10.47 બિલિયન US ડોલર સુધી પહોંચી ગયો છે. આ સિવાય, કુવૈત ભારત માટે છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે. બંને દેશોએ વેપાર અને ઉર્જા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો - રશિયાના કઝાનમાં 9/11 જેનો ઘાતક હુમલો, 3 ગગનચુંબી ઇમારતો સાથે અથડાયા ડ્રોન