PM Modi in Maldives : બ્રિટનની સફળ યાત્રા બાદ વડાપ્રધાન મોદી માલદીવના પ્રવાસે, ખાસ બની રહેશે માલદીવ પ્રવાસ
- માલદીવના સ્વાતંત્ર્ય સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે
- માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુની ભારત તરફી વિચારધારાથી સૌ કોઈને આશ્ચર્ય
- થોડા સમય અગાઉ માલદીવ રાષ્ટ્રપતિ ઈન્ડિયા આઉટનો રાગ આલાપતા હતા
PM Modi in Maldives : બ્રિટનની સફળ યાત્રા બાદ હવે વડાપ્રધાન મોદી (PM Modi) માલદીવના પ્રવાસે છે. વડાપ્રધાનનો આ માલદીવ પ્રવાસ ખાસ ગણવામાં આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે થોડા સમય અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ (Mohamed Muizzu) ઈન્ડિયા આઉટનો નારો લગાવતા જોવા મળ્યા હતા અને હવે તેમના જ આમંત્રણ પર વડપ્રધાન મોદીની માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગરીમામય હાજરી આપશે.
માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગરીમામય ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઈટેડ કિંગડમની સફળ રાજદ્વારી મુલાકાત પછી માલદીવના પ્રવાસે છે. મોદીની આ મુલાકાત ભારત અને આ માલદીવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારીતાની નવી શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના આમંત્રણ પર 25 થી 26 જુલાઈ સુધી માલદીવની મુલાકાતે છે. તેઓ મુખ્ય અતિથિ તરીકે માલદીવની રાજધાની માલેમાં આયોજિત 60મા સ્વતંત્રતા દિવસ સમારોહ (60th Independence Day) માં પણ હાજરી આપશે.
આ પણ વાંચોઃ Thailand Cambodia conflic: 118 વર્ષ જૂનો શિવ મંદિર સરહદ વિવાદ કેવી રીતે બહાર આવ્યો?
માલદીવની વિદેશ નીતિમાં પરિવર્તન
વડાપ્રધાન મોદીની 25 અને 26 મી જુલાઈ તારીખની માલદીવ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. થોડા સમય અગાઉ માલદીવની વિદેશ નીતિ ભારત વિરુદ્ધ હોવાનું જણાતું હતું. ખુદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ જ ઈન્ડિયા આઉટ (India Out)નો રાગ આલાપ્યો હતો. મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા પછી તેમની નીતિ ચીન તરફી હતી. જો કે માલદીવના 60 મા સ્વાતંત્ર્ય સમારોહમાં વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપીને માલદીવના રાષ્ટ્રપતિ હવે પોતાની વિદેશ નીતિમાં પરિવર્તન લાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ, આર્થિક ભાગીદારી અને દરિયાઈ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતી દ્વિપક્ષીય વાટાઘાટો પણ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પનો ગૂગલ-માઈક્રોસોફ્ટને ફરમાન: ભારતીયોની ભરતી બંધ, અમેરિકનોને નોકરીઓ આપો