PM Modi Japan visit: 5 લાખ ભારતીયો જશે જાપાન, જાણો કયા ક્ષેત્રોમાં મળશે તકો?
- PM મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે મહત્વના કરાર (PM Modi Japan visit)
- બંને દેશ વચ્ચે 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' નામનો કરાર થયો
- બંને દેશો વચ્ચે 5 લાખ લોકોનું આદાન-પ્રદાન કરાશે
- યુવાનો માટે જાપાનમાં નોકરી, તાલીમ અને કૌશલ્ય વિકાસની તક
PM Modi Japan visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ 'પીપલ-ટુ-પીપલ કનેક્ટ' નામનો કરાર છે, જેના હેઠળ આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે 5 લાખ લોકોનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનો માટે જાપાનમાં નોકરી, તાલીમ અને કૌશલ્ય વિકાસની તકો વધારવાનો છે.
50,000 કુશળ કર્મચારીઓને જાપાન મોકલાશે
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આ કરારના પ્રથમ તબક્કામાં, લગભગ 50,000 કુશળ અને અર્ધ-કુશળ ભારતીય કર્મચારીઓને જાપાન મોકલવામાં આવશે. આ કરાર બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ પહેલ માત્ર નવી રોજગારીની તકો જ નહીં પરંતુ બંને દેશોના લોકો વચ્ચેના પરસ્પર સંબંધોને પણ ગાઢ બનાવશે.
Productive outcomes during a productive visit.
May India-Japan friendship scale newer heights in the times to come! https://t.co/hznUvNy9K6
— Narendra Modi (@narendramodi) August 30, 2025
આ ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ થશે
- માહિતી ટેકનોલોજી (IT) અને ડિજિટલ ટેકનોલોજી: સોફ્ટવેર વિકાસ, ડેટા એનાલિટિક્સ, સાયબર સુરક્ષા, AI અને મશીન લર્નિંગ.
- એન્જિનિયરિંગ અને ઉત્પાદન: ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ અને ઉત્પાદન ટેકનોલોજી.
- આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ: હોસ્પિટલ મેનેજમેન્ટ, નર્સિંગ અને ટેકનિકલ તાલીમ.
- શિક્ષણ અને કૌશલ્ય વિકાસ: ભાષા તાલીમ અને વ્યાવસાયિક કુશળતા.
- વાણિજ્ય અને નાણાં: બેંકિંગ, નાણાકીય સેવાઓ અને સ્ટાર્ટઅપ સંબંધિત તાલીમ.
- પર્યાવરણ અને ગ્રીન ટેકનોલોજી: નવીનીકરણીય ઉર્જા, પાણી વ્યવસ્થાપન અને ટકાઉ ટેકનોલોજી.
ભારતીય યુવાનોને જાપાનમાં કામ કરવાની મળશે તક
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પછી, પીએમ મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ કરારને 'ભારત-જાપાન ભાગીદારીને નવી દિશા' આપનાર ગણાવ્યો. તેમણે કહ્યું કે આ યોજના ભારતીય યુવાનોને જાપાનમાં કામ કરવાની અને શીખવાની તક આપશે, જ્યારે જાપાની નાગરિકો પણ ભારતમાં અનુભવ મેળવી શકશે.
આ પણ વાંચો : PM Modi's Japan Visit : જાપાનના વડાપ્રધાને પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી, ભારતને આપ્યું સમર્થન


