ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Namibia Visit : PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત સન્માન મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે   PM Modi Namibia Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે નામિબિયાનો (PM Modi Namibia Visit )સર્વોચ્ચ સન્માન, ''Order of the...
09:48 PM Jul 09, 2025 IST | Hiren Dave
PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત સન્માન મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે   PM Modi Namibia Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે નામિબિયાનો (PM Modi Namibia Visit )સર્વોચ્ચ સન્માન, ''Order of the...
PM Modi Namibia Visit

 

PM Modi Namibia Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે નામિબિયાનો (PM Modi Namibia Visit )સર્વોચ્ચ સન્માન, ''Order of the Most Ancient Welwitschia Mirabilis' એનાયત કરાયો આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીને આ 27મો પુરસ્કાર અને આ પ્રવાસનો ચોથો પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કારની સ્થાપના 1990 માં નામિબિયાની સ્વતંત્રતા પછી તરત જ 1995 માં કરવામાં આવી હતી, જે વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી. નામિબિયાના અનોખા અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસના નામ પરથી નામ આપવામાં આવેલ આ પુરસ્કાર નામિબિયાના લોકોની ભાવનાનું પ્રતીક છે.

દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

આ પણ  વાંચો -Yemen's Houthi rebels attack: હુથી બળવાખોરોનો રાતા સમુદ્રમાં મિસાઈલ હુમલો, ટાઇટેનિકની જેમ ડૂબ્યું જહાજ, જુઓ VIDEO

નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત  કર્યો

નામિબિયાના સર્વોચ્ચ સન્માન અંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ સન્માન મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે. હું નામિબિયાના રાષ્ટ્રપતિ, નામિબિયા સરકાર અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ભારતના 140 કરોડ લોકો વતી આ સન્માનને નમ્રતાપૂર્વક સ્વીકારું છું.

આ પણ  વાંચો -'જ્યાં મળે ત્યાં ગોળી મારી દો' બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ચોંકાવનારો ઓડિયો વાયરલ

ભારત નામિબિયાના સબંધો હીરાની જેમ ચમકશે

PM મોદીએ આ અવસર પર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નામીબિયા દુનિયાના સૌથી મોટા હીરા ઉત્પાદકોમાંનું એક છે. આ સાથે ભારતમાં સૌથી મોટો હીરા પોલિશીંગ ઉદ્યોગ છે. એ પણ મારા ગુજરાતમાં. મને ભરોસો છે કે આવનારા દિવસોમાં ભારત નામિબિયાના સબંધો પણ આ હીરાની જેમ ચમકશે

આપણે એકબીજાનો હાથ પકડી આગળ વધતા રહીશું

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને નામિબિયા તેમના સ્વતંત્રતા સંગ્રામથી એકબીજાની સાથે અડગ ઉભા રહ્યા છે. બંને દેશોની મિત્રતા રાજકારણમાંથી નહીં પરંતુ સંઘર્ષ, સહયોગ અને પરસ્પર વિશ્વાસમાંથી જન્મી છે. તે લોકશાહી મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્યના સહિયારા સપનાઓ દ્વારા પોષાય છે. આવનારા સમયમાં, આપણે એકબીજાનો હાથ પકડીને વિકાસના માર્ગ પર સાથે મળીને આગળ વધતા રહીશું.

Tags :
Gujarat FirstIndiaindia Namibia relationsModi In NamibiaNamibiapm modiPM modi Namibia Highest AwardPM Modi Namibia Visitpm narendra modi
Next Article