PM Modi Gift: ચાંદીનું પર્સ અને કાશ્મીરની કાર્પેટ, PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને આપી ખાસ ભેટ
PM Modi Gives Special Gift To Cyprus President : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (16 જૂન) મધ્ય પૂર્વમાં આવેલા સાયપ્રસ દેશની મુલાકાતે છે. સાયપ્રસમાં રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'આ સમ્માન 140 કરોડ ભારતવાસિયોનું સમ્માન છે.' સાયપ્રસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિને ખાસ ગિફ્ટ આપી છે.
PM મોદીએ સાયપ્રસના ફર્સ્ટ લેડીને આપી ભેટ
વડાપ્રધાન મોદીએ સાયપ્રસની ફર્સ્ટ લેડી ફિલિપા કરસેરાને સિલ્વર ક્લચ પર્સ ગિફ્ટમાં આપ્યું છે. આ પર્સ આંધ્રપ્રદેશની પરંપરાગત કારીગરીથી બનાવવામાં આવ્યું છે. જેને રિપોસે ટેકનિકથી તૈયાર કરાયું છે. પર્સની ડિઝાઈન અને આ સિલ્વર ક્લચ પર્સ આધુનિક ડિઝાઇન અને પરંપરાગત ધાતુની કારીગરીનું મિશ્રણ છે. પર્સની ઉપર મંદિરો અને શાહી કલાઓથી પ્રેરિત કોતરણીવાળી ફૂલોની ડિઝાઇન બનાવેલી છે.
વડાપ્રધાન મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને કાશ્મીરી સિલ્ક કાર્પેટની આપી ભેટ
પર્સના મધ્ય ભાગમાં કિંમતી પથ્થરો જડેલા છે, જે તેની ભવ્યતામાં વધુ વધારો કરે છે. તેનું આકર્ષક હેન્ડલ, સુશોભિત બોર્ડર તેને શાહી દેખાવ આપે છે. આ પર્સ ભારતની સમૃદ્ધ હસ્તકલા પરંપરાને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સને કાશ્મીરી સિલ્ક કાર્પેટ ભેટમાં આપ્યો છે. કાર્પેટ પર આછા પીળા અને લાલ બોર્ડર છે. કાર્પેટનો મધ્ય ભાગ ઘેરો લાલ છે. કાર્પેટ પર ફ્લોરલ અને ભૌમિતિક ડિઝાઇન છે. કાર્પેટમાં બે-ટોન ઇફેક્ટ તેને રંગ બદલતો દેખાય છે.