PM Modi ની ક્રોએશિયા મુલાકાતની ફળશ્રુતિ, ઝાગ્રેબ યુનિ.માં હિન્દી ચેરનો કાર્યકાળ લંબાવાયો
- ક્રોએશિયામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહત્વના કરાર કરવામાં આવ્યા છે
- પ્રતિનિધિમંડળે સહયોગના 4 મહત્વના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
- Zagreb University માં હિન્દી ચેરનો કાર્યકાળ 2030 સુધી લંબાવવામાં આવ્યો છે
PM Modi : G-7 સમિટ બાદ વડાપ્રધાન મોદી સીધા ક્રોએશિયા પહોંચ્યા હતા. ક્રોએશિયામાં PM Modi નું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે વડાપ્રધાન મોદીની સ્વાગતવિધિ કરાઈ હતી. ઝાગ્રેબમાં પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિકે વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર પણ સંમતિ સધાઈ હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ કરાર 'સંરક્ષણ સહયોગ યોજના' (Defense Cooperation Scheme) ને મજબૂત બનાવવાનો હતો. આ સાથે વેપાર, નવિનીકરણીય ઊર્જા અને સેમિકન્ડક્ટર સહિત ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સહમતિ સધાઈ છે.
પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિકે ક્રોએશિયાના ઝાગ્રેબમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. આ દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ક્રોએશિયાના ઝાગ્રેબમાં ભારત અને ક્રોએશિયા વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પ્રતિનિધિમંડળે સહયોગના 4 મહત્વના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ 4 કરારોમાં કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ઝાગ્રેબ યુનિવર્સિટીમાં હિન્દી ચેરની સ્થાપનાનો સમાવેશ થાય છે. ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર મુદ્દે પણ નજીકના ભવિષ્યમાં સમજૂતિ સધાય તેવી શક્યતાઓ પણ છે.
આ પણ વાંચોઃ Donald Trump : ‘હું પાકિસ્તાનને પ્રેમ કરું છું અને ભારત સાથે.., યુદ્ધવિરામ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા
હિન્દી ચેરનો કાર્યકાળ 2030 સુધી લંબાવાયો
વડાપ્રધાન મોદીએ ક્રોશિયામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ઝાગ્રેબ યુનિવર્સિટી (Zagreb University) માં હિન્દી ચેરનો કાર્યકાળ 2030 સુધી લંબાવવામાં આવ્યો છે. આગામી 5 વર્ષ માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એક કરાર એવો કરવામાં આવ્યો છે જેના લીધે ભારત અને ક્રોએશિયાના નાગરિકો એકબીજાના દેશમાં સરળતાથી અવરજવર કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. 22 એપ્રિલે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરવા બદલ હું ક્રોએશિયા સરકારનો હૃદયપૂર્વક આભારી છું. EU સાથેની આપણી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં ક્રોએશિયાનો ટેકો અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુરોપ હોય કે એશિયા, સમસ્યાઓનું નિરાકરણ યુદ્ધના મેદાનમાં થઈ શકતું નથી. કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન જરૂરી છે.
આ પણ વાંચોઃ
વડાપ્રધાન મોદીનું ક્રોએશિયાનું શાનદાર સ્વાગત
ઓમકારના નાદ સાથે ક્રોએશિયામાં થયું સ્વાગત
ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે કરાઈ સ્વાગતવિધિ
વડાપ્રધાન મોદીએ સ્વાગતનો સમગ્ર વીડિયો કર્યો પોસ્ટ
G7 બાદ ક્રોએશિયાની ઐતિહાસિક યાત્રાએ છે વડાપ્રધાન@PMOIndia @narendramodi #PMModiInCroatia… pic.twitter.com/biI6Ohr4tE— Gujarat First (@GujaratFirst) June 18, 2025


