PM Narendra Modi નું આર્જેન્ટિનામાં થયું ભવ્ય સ્વાગત, જય શ્રી રામ અને મોદી-મોદીના નારા લાગ્યા
- PM Narendra Modi નું આર્જેન્ટિનામાં થયું ભવ્ય સ્વાગત
- એઝેઈઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- 57 વર્ષમાં પહેલીવાર પ્રધાનમંત્રી કક્ષાની દ્વિપક્ષીય ચર્ચા થશે
Buenos Aires : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના 5 દેશોના વિદેશ પ્રવાસના ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા છે. વડાપ્રધાન અહીં 2 દિવસ રોકાશે. ત્રિનિદાદ અને ટોબેગો પછી આર્જેન્ટિનાના એઝેઈઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત (Grand Welcome) કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન ટાણે આર્જેન્ટિના સ્થિત ભારતીય સમુદાયે જય શ્રી રામ અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન ત્યાંના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે અને દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે અનેક કરારો પર પણ હસ્તાક્ષર કરશે.
2018 બાદ વડાપ્રધાનની બીજી મુલાકાત
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, તેઓ દ્વિપક્ષીય મુલાકાત માટે બ્યુનોસ આયર્સ પહોંચ્યા છે. આ મુલાકાતમાં આર્જેન્ટિના સાથે સંબંધો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હું રાષ્ટ્રપતિ જાવિઅર મિલેઈને (Javier Milei) મળવા અને તેમની સાથે વિગતવાર વાતચીત કરવા માટે આતૂર છું. તમને જણાવી દઈએ કે 57 વર્ષમાં પ્રધાનમંત્રી સ્તરે આર્જેન્ટિનાની આ પહેલી ભારતીય દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી તરીકે મોદીની આ બીજી મુલાકાત છે. તેમણે 2018 માં G-20 સમિટ સંદર્ભે આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ અંતિમ પડાવ પર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના પ્રવાસ
- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઈલી સાથે કરશે વાર્તાલાપ
- બંને દેશના વડાપ્રધાન વચ્ચે થશે દ્વિપક્ષીય વાર્તાલાપ
- રક્ષા, કૃષિ, ખનન, તેલ, વેપાર, રોકાણને લઈ સહયોગ પર સંવાદ
-… pic.twitter.com/Gp4q7eI3R6— Gujarat First (@GujaratFirst) July 5, 2025
આ પણ વાંચોઃIndia-US Trade Deal: અમેરિકાથી પરત ફરી ભારતીય ટીમ, ક્યા મુદ્દાઓ પર થઇ વાતચીત?
57 વર્ષમાં પ્રથમવાર પ્રધાનમંત્રી કક્ષાની દ્વિપક્ષીય મુલાકાત
વડાપ્રધાન મોદીની આર્જેન્ટિનાની મુલાકાતને ભારતીય એમ્બેસેડર અજનીશ કુમારે ઐતિહાસિક મુલાકાત ગણાવી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 5 દાયકામાં આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. જ્યારે વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે 'X' પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, 57 વર્ષમાં આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આર્જેન્ટિનાની પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. જે ભારત-આર્જેન્ટિના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરશે. આર્જેન્ટિનામાં વડાપ્રધાન મોદી સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ, નવીનીકરણીય ઊર્જા, વેપાર અને રોકાણ સહિતના મુખ્ય ક્ષેત્રોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રપતિ મિલેઈ સાથે વ્યાપક વાતચીત કરશે.
PM Modi Argentina Visit: આર્જેન્ટિનામાં લાગ્યા "જય શ્રી રામ" અને "મોદી-મોદી"ના નારા । Gujarat First
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ અંતિમ પડાવ પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના પ્રવાસ
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઈલી સાથે કરશે વાર્તાલાપ
બંને દેશના વડાપ્રધાન… pic.twitter.com/1TqYsnq3je— Gujarat First (@GujaratFirst) July 5, 2025
આ પણ વાંચોઃ US Flash Flood : ટેક્સાસમાં આકાશી આફત! 10 ઇંચ વરસાદે વિનાશ વેર્યો, 13 ના મોત


