Port of Spain : બિહારનો વારસો ભારત તેમજ વિશ્વને ગર્વ અપાવી રહ્યો છે - PM Modi
- ત્રિનિદાદમાં ભારતીય સમુદાયને PM Modi એ સૂચક સંબોધન કર્યુ
- બિહારનો વારસો ભારત તેમજ વિશ્વને ગર્વ અપાવી રહ્યો છે - PM Modi
- ત્રિનિદાદના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરને બિહારના દીકરી ગણાવ્યા
Port of Spain : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) તેમના 5 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્રિનિદાદમાં ભારતીય સમુદાય (Indian Diaspora) ને વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે. અહીં ભારતીયોના પૂર્વજોએ સહન કરેલી મુશ્કેલીઓ સૌથી મજબૂત આત્માઓને પણ તોડી શકે છે, પરંતુ તેઓએ દરેક મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો.
કાલાતીત સભ્યતાના સંદેશવાહક
ત્રિનિદાદ અને ટોબેગોમાં PM Modi એ કુવામાં નેશનલ સાયકલિંગ વેલોડ્રોમ ખાતે એક કાર્યક્રમ સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આપણે એક પરિવારનો ભાગ છીએ. ત્રિનિદાદ અને ટોબેગોમાં લગભગ 13 લાખની વસ્તી છે, જેમાંથી 45 ટકા ભારતીય મૂળના છે. અહીં વસેલા ભારતીયોએ ગંગા અને યમુના છોડી દીધી, પરંતુ રામાયણને પોતાના હૃદયમાં રાખી છે. વડાપ્રધાને ત્યાં વસેલા ભારતીયોને 'કાલાતીત સભ્યતાના સંદેશવાહક' ગણાવ્યા હતા. અહીં હાજર ઘણા લોકોના પૂર્વજો બિહારથી આવ્યા હતા. બિહારનો વારસો ભારત તેમજ વિશ્વને ગર્વ અપાવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ત્રિનિદાદના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર (Kamala Prasad-Bissessar) ને બિહારના દીકરી ગણાવ્યા હતા.
PM Modi Trinidad and Tobago Visit : ત્રિનિદાદમાં ભારતીય ડાયસ્પોરાને PMનું સંબોધન । Gujarat First@narendramodi @PMOIndia #TrinidadandTobago #foreigntour #diaspora #historicvisit #globalsouth #democracy #pmmodiintrinidadandtobago #gujaratfirst pic.twitter.com/kuJqfBRV2u
— Gujarat First (@GujaratFirst) July 4, 2025
આ પણ વાંચોઃ PM Modi ને અપાયું 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' જેવું સર્વોચ્ચ સન્માન
ટૂંક સમયમાં આપણે વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈશું
ત્રિનિદાદ અને ટોબેગોમાં PM Modi એ કહ્યું કે, વિશ્વભરમાં કરારબદ્ધ સમુદાય માટે એક વ્યાપક ડેટાબેઝ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની છે. આપણા સંબંધો ભૂગોળ અને પેઢીઓથી ઘણા આગળ વધ્યા છે. ભારતીય ડાયસ્પોરા અમારું ગૌરવ છે. તમારામાંથી દરેક ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વારસાના રાજદૂત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં આપણે વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈશું. તેમણે કહ્યું કે, આજનું ભારત તકોની ભૂમિ છે, ભારત પાસે સમગ્ર વિશ્વને આપવા માટે ઘણું બધું છે.
આ પણ વાંચોઃ PM મોદીનું ઘાનાની સંસદમાંથી સંબોધન, ભારત-ઘાનાની દોસ્તી ચીનને ભારે પડશે!


