ટેરિફ મુદ્દે રાષ્ટ્રપતિ Trump નું નવું ગતકડું! US માં ટ્રકોની આયાત પર આ તારીખથી 25 ટકા ટેરિફ લાગુ થશે
- ટેરિફ મુદ્દે President Trump નું નવું ગતકડું
- અમેરિકામાં ટ્રક પર 25 ટકા ટેરિફ જાહેર
- 1 નવેમ્બરથી નવા ટેરિફ લાગુ પડશે
- નાના વાહનો માટે યુરોપ-જાપાનથી ડીલ
- અમેરિકામાં ટ્રક બનાવનારને થશે લાભ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ફરી એકવાર તેમના 'America First' નીતિ સાથે આગળ વધ્યા છે. તેમણે વિદેશી સ્પર્ધામાંથી સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે, મધ્યમ અને ભારે ટ્રકો (medium and heavy trucks) ની આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણય, જે મૂળ 1 ઓક્ટોબરથી લાગુ થવાનો હતો, તેને ઉદ્યોગની ચિંતાઓ અને સપ્લાય ચેઇનની સમસ્યાઓના કારણે એક મહિના માટે લંબાવવામાં આવ્યો છે અને હવે 1 નવેમ્બરથી અમલમાં આવશે.
કઇ તારીખથી થશે ટેરિફનો અમલ?
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વહીવટીતંત્રે ગયા મહિને આ 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જે ભારે ટ્રકો પર લાગુ થવાનો હતો. જોકે, આ નિર્ણયથી ખર્ચમાં વધારો, સપ્લાય ચેઇનની જટિલતાઓ અને સ્પર્ધાત્મકતા પર થનારી સંભવિત અસરો અંગે યુએસ ઉદ્યોગ તરફથી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે અમલીકરણની તારીખ એક મહિના માટે લંબાવી છે. નવા નિર્ણય મુજબ, 1 નવેમ્બર, 2025 થી, યુ.એસ.માં આયાત થતી મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકાની ઊંચી ડ્યુટી લાદવામાં આવશે. આ પગલું વેપાર સંરક્ષણવાદ (Trade Protectionism) ની ટ્રમ્પની લાક્ષણિક નીતિનું પ્રતિબિંબ છે.
Trump announces 25% tariff on foreign heavy-duty trucks starting November 1
Read story @ANI: https://t.co/xf9ibBZH1c#Trump #Tariff #Trucks pic.twitter.com/Wn8EmNrVMK
— ANI Digital (@ani_digital) October 7, 2025
Trump ની અમેરિકા ફર્સ્ટ નીતિ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ જાહેરાત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ 25 ટકા ટેરિફનો મુખ્ય હેતુ અમેરિકન કંપનીઓને વિદેશી સ્પર્ધાના પૂરથી બચાવવાનો છે. ટ્રમ્પનું માનવું છે કે વિદેશી 'ડમ્પિંગ' (ઓછી કિંમતે માલ વેચવો) અને અન્ય અન્યાયી વેપાર પ્રથાઓને કારણે અમેરિકન ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "આપણે આપણા ઉદ્યોગને વિદેશી ડમ્પિંગ અને અન્યાયી પ્રથાઓને કારણે બરબાદ થતો જોઈ શકતા નથી. આ ટેરિફ અમેરિકન કામદારોને સુરક્ષિત રાખવા અને વેપારમાં ન્યાયીતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે." ટ્રમ્પ (Trump) ના મતે, આ પગલું વેપાર સંરક્ષણવાદને પુનર્જીવિત કરશે અને દેશના સ્થાનિક ઉત્પાદન ઉદ્યોગને મજબૂત બનાવશે, જેનાથી અમેરિકામાં જ નોકરીઓનું સર્જન થશે.
કોને થશે ફાયદો?
ટ્રમ્પ (Trump) ના આ નિર્ણયથી અમેરિકામાં ટ્રકનું ઉત્પાદન કરતી કંપનીઓને સીધો ફાયદો થવાની અપેક્ષા છે. તેમણે ખાસ કરીને બે મોટી અમેરિકન ટ્રક ઉત્પાદક કંપનીઓના નામ લીધા: પેકાર (PACCAR) અને ડેમલર ટ્રક (Daimler Trucks). આ કંપનીઓ હવે વિદેશી આયાતની સરખામણીમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે, જેના કારણે તેમના વેચાણ અને નફામાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો : ગાઝા-ઈઝરાયેલની શાંતિ વાર્તા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ નેતન્યાહૂ પર થયા ગુસ્સે, આપી દીધી ગાળ


