ટ્રમ્પના શપથ ગ્રહણ પર કેદીઓને માફી, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો થશે દેશ નિકાલ
- ટ્રમ્પના શપથ ગ્રહણ પર કેદીઓને મુક્તિ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે કડક પગલાં
- ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરીના કેસના કેદીઓ માટે માફી આપવાની જાહેરાત કરી
- ટ્રમ્પના શપથ ગ્રહણ માટે તૈયારીઓ: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની યોજના
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ (take oath) કરશે. તેઓ જો બાઈડેન (Joe Biden) ની જગ્યા લેશે અને આગામી 4 વર્ષ માટે રાષ્ટ્રપતિ પદ સંભાળશે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. આ સાથે, પ્રખ્યાત મેગેઝિન ટાઈમે ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી 'પર્સન ઑફ ધ યર' તરીકે પસંદ કર્યું છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ભવિષ્ય માટેની તેમની મહત્વાકાંક્ષાઓ અને પ્રથમ કાર્યોની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, તેઓ કેદીઓને મુક્ત કરવાના આદેશ પર શપથ લીધાના એક કલાકની અંદર હસ્તાક્ષર કરશે.
6 જાન્યુઆરીના કેસમાં કેદીઓને માફી આપવાની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને 6 જાન્યુઆરી, 2021 ના કેપિટોલ હિલ પર થયેલા હુમલાના સંબંધમાં કેદ થયેલા લોકોને માફી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ABC ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, શપથ લીધા પછી તેઓના પ્રથમ 9 મિનિટમાં આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવશે. 6 જાન્યુઆરીના કેસમાં લગભગ 1,500 લોકો આરોપી તરીકે નામિત છે, જેમાંથી 300 સિવાયના લોકોને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આમાંના ઘણા કેદીઓ પોતાની સજા પૂરી કરી ચૂક્યા છે, જ્યારે કેટલાક હજી જેલમાં છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ આ કેસના દરેક આરોપીને વ્યક્તિગત રીતે તપાસશે અને જલ્દીથી નિર્ણય લેશે.
Reporter : How will you deport illegals?
Trump : "I don't want to break a family so I have to deport them with their families." 😂 pic.twitter.com/8SPkcHs0QK
— Donald J. Trump 🇺🇸 Update (@TrumpUpdateHQ) December 8, 2024
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની યોજના
ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન વધુ એક મહત્વની જાહેરાત કરી કે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી બહાર કાઢવા માટે કડક પગલાં લેશે. તેમણે જણાવ્યું કે, જો જરૂર પડશે, તો આ માટે સેનાની મદદ પણ લેવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ કાયદાના સ્તરે ઊંડા સુધી જઈને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધી કાઢશે અને તેઓનો દેશમાંથી નિકાલ કરાવાશે. જો સેના આ કામ માટે ના પાડે, તો પણ તેઓ કાયદાનું પાલન કરીને આ કામગીરી પૂરી કરશે.
ટ્રમ્પની પ્રતિક્રિયાઓથી દેશમાં ઉત્સાહ અને નિરાશા
ટ્રમ્પની આ જાહેરાતને કારણે 6 જાન્યુઆરીના કેસમાં દોષિત લોકો માટે ખુશીની લાગણી જોવા મળી છે. તેઓના સમર્થકોમાં તેમની નીતિઓ માટે ઉત્સાહ છે, જ્યારે કેટલાક વર્ગો તેમની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની નીતિઓને કારણે નિરાશ છે. આ ઘોષણાઓ તેમના રાષ્ટ્રપતિ પદના પ્રારંભ માટે શ્રેણીબદ્ધ નિર્ણયો અને પડકારોને દર્શાવે છે, જે આગામી વર્ષોમાં અમેરિકાના રાજકીય અને સામાજિક માહોલને પ્રભાવિત કરશે.
આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ પહોંચે તે પહેલા Trump નું સન્માન કરતું Time Magazine


