Putin India Visit : ડિસેમ્બરમાં પુતિન ભારત આવશે, ક્રેમલિનની સત્તાવાર જાહેરાત
- પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે (Putin India Visi)
- ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી આ વાતની પુષ્ટિ કરી
- ચીનમાં યોજાનારી SCO સમિટમાં મળશે
Putin India Visit : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ડિસેમ્બરમાં ભારતની (Putin India Visit)મુલાકાતે આવશે. ક્રેમલિનના વરિષ્ઠ અધિકારી યુરી ઉષાકોવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન સોમવારે ચીનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં મળશે, જ્યાં ડિસેમ્બરમાં તેમની મુલાકાતની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. જોકે, તે સમયે તારીખો નક્કી કરવામાં આવી ન હતી. ડોભાલે કહ્યું હતું કે ભારત-રશિયા વચ્ચે ખાસ અને લાંબા સમયથી ચાલતા સંબંધો છે, જેને બંને દેશો મહત્વ આપે છે.
રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પ ભારતથી ગુસ્સે
આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું રશિયાથી ભારતની ઓઇલ ખરીદી પર ઉઠાવ્યું છે. તેમનો આરોપ છે કે ભારત ડિસ્કાઉન્ટ પર રશિયન તેલ ખરીદી તેનો એક હિસ્સો ખુલ્લા બજારમાં ઊંચા ભાવ પર વેચીને નફો કમાઈ રહ્યા છે. ટ્રમ્પે લખ્યું હતું કે ભારતને ફરક નથી પડતો કે યુક્રેનમાં રશિયાની મશીનરીથી કેટલા લોકો મરી રહ્યા છે.
આ પણ વાંચો -PM MODi : જાપાનથી PM મોદીએ ટ્રમ્પને આપ્યો આ સંદેશ!
ટેરિફ રશિયા પર પ્રેશર બનાવવાની કોશિશનો ભાગ
અમેરિકાનું કહેવું છે કે, આ ટેરિફ રશિયા પર પ્રેશર બનાવવાની કોશિશનો ભાગ છે. જેથી તે યુક્રેન પર હુમલા બંધ કરે. પણ ભારતે તેને અયોગ્ય, બિન-ન્યાયસંગત અને અસ્વીકાર્ય ગણાવી દીધું છે. ભારતનો તર્ક છે કે જ્યારે અમેરિકા અને યુરોપ પણ રશિયા પાસેથી ઊર્જા ખરીદતા હતા, તો તેમના પર આવા આરોપ લગાવવા યોગ્ય નથી.
🗓 From August 31 to September 3, Russia's President Vladimir #Putin will pay a visit to China to participate in the #SCO Summit, hold a series of meetings, and take part in celebrations marking the 80th Anniversary of the end of #WWII.https://t.co/UT4dN0rGAa pic.twitter.com/IF7FGZhlHe
— MFA Russia 🇷🇺 (@mfa_russia) August 29, 2025
ભારત અને ચીન જેવા દેશો તરફ વાળી દીધું
ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયાની કમાણી રોકવાનો પ્રયાસ કર્યો હતો. યુરોપના બજાર બંધ થતાં રશિયાએ પોતાનું ઓઇલ ભારત અને ચીન જેવા દેશો તરફ વાળી દીધું. પરિણામ એ આવ્યું કે રશિયાની અબજો ડોલરની કમાણી ચાલું રહી.


