ઈઝરાયરલના હુમલામાં ભારતીય રીટાયર્ડ કર્નલનું મોત, વાંચો અહેવાલ
ઈઝરાયરલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલુ છે. બને દેશ વચ્ચે છેલ્લા લગભગછેલ્લા 7 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. આ યુદ્ધમાંથી હવે ભારત માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ યુદ્ધ એક પૂર્વ ભારતીય કર્નલના મૃત્યુનું કારણ બન્યું છે. ગાઝાના રફાહમાં ભારતના પૂર્વ કર્નલ વૈભવ અનિલ કાલેએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિટાયર્ડ કર્નલ વૈભવ અનિલ કાલે ગાઝાના રફાહમાં સંયુક્ત રાષ્ટ્ર ( UN ) માટે કાર્યરત હતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ઘટનામાં એક કર્મચારીના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

We are deeply saddened by the loss of Col Waibhav Kale, working for the UN Department of Safety and Security in Gaza. Our deepest condolences are with the family during this difficult time: India at UN, NY pic.twitter.com/bS15xS5v7T
— ANI (@ANI) May 14, 2024
સંયુક્ત રાષ્ટ્રના ( UN ) નિવેદન અનુસાર, અનિલ કાલે તેના સાથીદાર સાથે યુએનના વાહનમાં રફાહમાં યુરોપિયન હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. UN ના મહાસચિવ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને હુમલાની આકરી નિંદા કરી અને મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : POK માં લોકો રસ્તા પર ઉતર્યા, પાકિસ્તાની સુરક્ષા દળોએ લોકો પર ગોળીબાર કર્યો…


