રશિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ: સુનામીની ચેતવણી જાહેર, કામચટકાના લોકો ભયમાં
- રશિયામાં ફરી એકવાર અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા (Russia earthquake Kamchatka)
- સુદૂર પર્વમાં આવેલા કામચટકા વિસ્તારમાં 7.4ની તિવ્રતાનો ભૂકંપ
- ભૂસ્તરશાસ્ત્રીય વૈજ્ઞાનિકોએ સુનામીની ચેતવણી કરી જાહેર
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરતીની અંદર 10 કિલોમીટર ઉંડાઈ પર
Russia earthquake Kamchatka : રશિયામાં આજે ફરી એકવાર ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી છે. આ ભૂકંપ રશિયાના સુદૂર પૂર્વમાં આવેલા કામચટકા વિસ્તારમાં આવ્યો છે, જે એ જ ક્ષેત્ર છે જ્યાં જુલાઈ મહિનામાં પણ એક વિનાશક ભૂકંપ અને ત્યારબાદ સુનામી આવી હતી. ભૂસ્તરશાસ્ત્રીય વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે કે ભૂકંપના કેન્દ્રની આસપાસના 300 કિલોમીટરના વિસ્તારમાં સમુદ્રમાં વિનાશકારી અને છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ) અનુસાર, આજે કામચટકામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ધરતીની અંદર 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું અને તેની તીવ્રતા 7.1 રહી છે. બીજી તરફ, યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ દાવો કર્યો છે કે ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર ધરતીની સપાટીથી 39.5 કિલોમીટર (24.5 માઇલ) ની ઊંડાઈએ હતું. બંને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અલગ-અલગ આંકડાઓએ ભયના માહોલમાં વધારો કર્યો છે.
🇷🇺 — Footage from the strong #earthquake in Kamchatka, #Russia 's Far East. pic.twitter.com/MiHZrlIaUC
— freedom fighter (@gorasingh053) September 13, 2025
8.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ (Russia earthquake Kamchatka)
નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં પણ રશિયાના કામચટકા આઇલેન્ડ પર 8.8ની તીવ્રતાનો એક ભયંકર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામી સર્જાઈ હતી, જેના કારણે સમુદ્રમાં 4 મીટર ઊંચા મોજાં ઉછળ્યા હતા. આ સુનામીએ રશિયા અને જાપાનમાં ભારે તબાહી મચાવી હતી. તે સમયે લગભગ 10થી વધુ દેશોમાં સુનામીની ચેતવણીના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે, રશિયા, જાપાન, અમેરિકા, ચીન, કેનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઈન્સ, તાઇવાન અને ઇન્ડોનેશિયા સહિતના પ્રશાંત મહાસાગરના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનોએ પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ભૂકંપના આંચકાને લઈને નુકસાન
જુલાઈમાં આવેલા ભૂકંપના આંચકા એટલા શક્તિશાળી હતા કે સમુદ્રમાં ઉછળેલા મોજાઓએ અનેક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું અને કેટલાક લોકોનો જીવ પણ લીધો હતો. આ ઘટના હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી, ત્યારે ફરી એકવાર આ વિસ્તારમાં ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો : ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા UNમાં કર્યું મતદાન, અમેરિકાનો વિરોધમાં મત


