Russia : પુતિને કરી પશ્ચિમી દેશોની ટીકા, યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવામાં ઉદાસીન રહેવાનો કર્યો આક્ષેપ
- રશિયન Vladimir Putin એ પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યા
- નાટો વિસ્તરણ અને યુક્રેન યુદ્ધના ઉકેલ મુદ્દે કર્યા નિવેદનો
- નાટોના વિસ્તરણ મુદ્દે મોસ્કોને ખોટી માહિતી અપાઈ - પુતિન
Russia : રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) એ પશ્ચિમી દેશો પર રશિયામાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને આતંકવાદનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોએ નાટોના વિસ્તરણ અને યુક્રેન સંઘર્ષના ઉકેલ સંબંધિત પોતાના વચનો પૂરા ન કરીને રશિયાને છેતર્યુ છે. બેલારુસની રાજધાની મિન્સ્કમાં પત્રકારો સાથે વાત કરતા પુતિને કહ્યું કે, જ્યાં સુધી ઈસ્લામિક સ્ટેટ (IS) રશિયા વિરુદ્ધ કામ કરી રહ્યું હતું, પરંતુ કોઈએ (પશ્ચિમ દેશોએ) ધ્યાન આપ્યું નહીં.
અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો પર રશિયામાં અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનમાં સંઘર્ષને લઈને રશિયાના આ દેશો સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે પુતિનની પશ્ચિમી દેશોની ટીકા કરી છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં વિસ્ફોટ જેવી ઘટનાઓ આજે પણ બની રહી છે, પરંતુ કોઈ તેના પર ધ્યાન આપી રહ્યું નથી.
આ પણ વાંચોઃ Photos: મિસાઈલો માટે જાણીતા નોર્થ કોરિયાની સુંદરતા જોઈ લોકો ચોંક્યા!
રશિયા ટુડેનો અહેવાલ
યુરેશિયન ઈકોનોમિક યુનિયન (Eurasian Economic Union) ના શિખર સંમેલન દરમિયાન પુતિને કહ્યું કે, જ્યાં સુધી કોઈ રશિયાની વિરુદ્ધ છે, ત્યાં સુધી બધું બરાબર છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ત્યારે થયું જ્યારે પશ્ચિમી દેશોએ આપણા દેશમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું અને રશિયા સામે લડવા માટે આતંકવાદનો ઉપયોગ કર્યો. 'રશિયા ટુડે' (Russia Today) એ પુતિનના નિવેદન ટાંકીને કહ્યું કે, મોસ્કો હવે પશ્ચિમ સાથે એકતરફી રમત રમશે નહીં. તેમણે કહ્યું, પશ્ચિમી દેશોએ નાટો (ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન) ના વિસ્તરણ અને યુક્રેન સંઘર્ષના ઉકેલ સંબંધિત તેમના વચનો પૂરા ન કરીને વારંવાર રશિયા સાથે દગો કર્યો છે.
નાટોને પણ આડેહાથ લીધું
પુતિને કહ્યું કે, નાટો હાલમાં રશિયાની આક્રમકતાનો ઉલ્લેખ કરીને તેના સભ્યોના સંરક્ષણ ખર્ચમાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 5 ટકા અને યુરોપમાં લશ્કરી શક્તિમાં વધારો કરવાને વાજબી ઠેરવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે નાટો સભ્યો આવા નિવેદનો આપે છે ત્યારે સભ્ય દેશોને લશ્કરી શક્તિમાં વધારો કરવાનો છુટો દોર મળી જાય છે. જ્યારે મોસ્કોને નાટોના વિસ્તરણ વિશે ખોટી માહિતી અપાઈ અને છતાંય તેનું વિસ્તરણ થતું રહ્યું.
આ પણ વાંચોઃ Plane Crash: રશિયામાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, 4 લોકોના થયા મોત