Russia ukraine War: યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન
- રશિયા અને યુક્રેન વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન (Russia And Ukraine War)
- ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૂરી છે
- પુતિને પણ સામે એટલા જ પ્રયાસો સહભાગી થવુ પડશે
Russia And Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે (Russia And Ukraine War)લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૂરી છે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમે તૈયાર છીએ, તેના માટે અમે શક્ય તેટલા પ્રયાસો કરવા તૈયાર છીએ, બસ પુતિને પણ સામે એટલા જ પ્રયાસો સાથે સહભાગી થવુ પડશે.
પુતિન સાથે રૂબરૂ વાતચીત થવી જરૂરી
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, અમે રશિયા સાથે યુદ્ધનો (Russia And Ukraine War)અંત લાવવા તૈયાર છીએ. તેના માટે પુતિન સાથે રૂબરૂ બેઠક કરવા માગીએ છીએ. અમે તેમની સાથે દ્વિપક્ષીય, ત્રિપક્ષીય, તમામ પ્રકારની વાટાઘાટ કરવા તૈયાર છીએ. યુક્રેન બેઠકોથી ડરતુ નથી. બસ, સામે રશિયાએ પણ એટલી જ બહાદૂરી સાથે બેઠકોમાં ભાગ લેવો પડશે.
I spoke with @bundeskanzler Friedrich Merz. Ukraine and Germany share the view that the war must be ended as soon as possible with a dignified peace, and the parameters of ending this war will shape the security landscape of Europe for decades to come. The war is happening in… pic.twitter.com/WipLdnfIF1
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 7, 2025
આ પણ વાંચો -America : જ્યોર્જિયાના આર્મી બેઝ પર અંધાધૂંધ ફાયરિંગ, 5 સૈનિકો ઘાયલ
પુતિનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું (Russia And Ukraine Wa)
અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટિવ વિટકોફ સાથે પુતિનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ રશિયાના પ્રમુખ પુતિનને આગામી શુક્રવાર સુધી યુક્રેન સાથે શાંતિ કરાર કરવાની ડેડલાઈન આપી છે. જો પુતિન શાંતિ કરાર નહીં કરે તો રશિયા પર અનેક પ્રતિબંધો લાદવાની ચીમકી પણ આપી છે.
આ પણ વાંચો -આફ્રિકન દેશ ઘાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં બે મંત્રીઓ સહિત 8 લોકોના મોત
રશિયાના હુમલા ચાલુ
નોંધનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયા તરફથી હુમલાઓ વધી ગયા છે. મંગળવાર અને બુધવારે રાત્રે રશિયન સૈનિકોએ યુક્રેનના દક્ષિણ ઝાપોરિઝિયા પ્રદેશ પર હુમલો કર્યો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા. આ હુમલા અંગે, ઝેલેન્સકીએ કહ્યું હતું કે આ ફક્ત ડરાવવા માટે કરવામાં આવતી ક્રૂરતા છે.
આ પણ વાંચો-Donald Trump એ કુલ 50% Tariff લાદ્યો... આમાં પણ એક રમત છે, જાણો ભારત પાસે હવે કયા વિકલ્પો
ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો હતો
આ દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટો દાવો કરીને સનસનાટી મચાવી હતી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે યુક્રેન સામેના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 'અમારા સૈનિકો અહેવાલ આપી રહ્યા છે કે ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડૂતી સૈનિકો યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અમે આનો જવાબ આપીશું.'


