Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Putin visit India :US tariff War વચ્ચે રશિયન પ્રમુખ પુતિનની ભારત મુલાકાત

રશિયન પ્રમુખ પુતિનની ભારત મુલાકાત કરશે (Putin visit India) રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા આર્થિક અને ટેક્નોલોજી મોરચે ખુલીને આગળ વધી   Putin visit India: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટમાં ભારત (Putin visit India)આવે...
putin visit india  us tariff war વચ્ચે  રશિયન પ્રમુખ પુતિનની ભારત મુલાકાત
Advertisement
  • રશિયન પ્રમુખ પુતિનની ભારત મુલાકાત કરશે (Putin visit India)
  • રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા
  • આર્થિક અને ટેક્નોલોજી મોરચે ખુલીને આગળ વધી

Putin visit India: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ઓગસ્ટમાં ભારત (Putin visit India)આવે તેવી શક્યતા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. નોંધનીય છે કે, હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કોની સત્તાવાર મુલાકાતે ગયા છે. ત્યાર પછી એવા અહેવાલ વહેતા થયા હતા કે, રશિયા પાસેથી ઓઈલ નહીં ખરીદવાના અમેરિકાના દબાણને પગલે રશિયન પ્રમુખ પુતિન ભારતની સત્તાવાર મુલાકાતે આવી શકે છે.

Advertisement

અમેરિકાના પ્રેશર વચ્ચે ભારત-રશિયા ઘડશે વ્યૂહનીતિ?

અમેરિકા ભારત પર રશિયા સાથે (Putin visit India))વેપાર ન કરવા સતત દબાણ કરી રહ્યું છે. જેના માટે ગઈકાલે જ તેણે ભારત પર વધુ 25 ટકાનો ટેરિફ લાદ્યો હતો. વધુમાં ધમકી આપી છે કે, જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તે ભારત પર ટેરિફમાં વધારો કરશે અને અન્ય પ્રતિબંધો પણ લાદશે. અમેરિકાના આ દબાણ વચ્ચે ભારત અને રશિયા વેપાર અર્થે મહત્ત્વની વ્યૂહનીતિ ઘડી શકે છે. બંને દેશ પોતાના વેપાર સંબંધો વધારવા પર ફોકસ કરી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Russia ukraine War: યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

રેર અર્થ પર કામ કરશે ભારત-રશિયા

મળતી માહિતી અનુસાર ભારત અને રશિયાએ હવે ઔપચારિક રૂપે તાંબા, લિથિયમ, કોબાલ્ટ, નિકલ જેવા રેર અર્થ મિનરલ્સની શોધ અને ઉત્પાદન પર કામ કરવાનો નિર્ણય (Putin visit India))લીધો છે. આ ખનિજોની માગ વિશ્વભરમાં વધી રહી છે. ઈલેક્ટ્રિક વાહન, બેટરી સ્ટોરેજ, વિન્ડ ટર્બાઈન અને હાઈડ્રોજન એનર્જી જેવી ઉભરતી ટેક્નોલોજીમાં આ દુર્લભ ખનિજોનો વપરાશ વધ્યો છે. જેથી ભારત અને રશિયા ભાગીદારી કરી ક્લિન એનર્જીના વધતા વ્યાપમાં આત્મનિર્ભર થવાની સાથે વૈશ્વિક બજારોમાં પોતાની પકડ મજબૂત બનાવશે. ભારત હવે રશિયા સાથે મળી આર્થિક અને ટેક્નોલોજી મોરચે ખુલીને આગળ વધી રહ્યા છે.

આ પણ  વાંચો -America : ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તરાધિકારીનું નામ કર્યું જાહેરાત! જુઓ કોનું આપ્યું નામ

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ

ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા અગાઉ પણ બેચેન હતું. ગઈકાલે ટ્રમ્પે વધુ એક આદેશ જાહેર કરતાં ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકા હવે ભારતમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. જો કે, અમુક પ્રોડક્ટ્સમાં હજુ રાહત મળી છે. પરંતુ સૌથી વધુ નિકાસ કરતાં કપડાં, ચામડું અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ સેક્ટર પર માઠી અસર થઈ શકે છે.

ભારતના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા હેરાન

નિષ્ણાતોના મતે, ભારત સતત ઉભરતું અર્થતંત્ર બન્યું છે. તે લગભગ તમામ સેક્ટર્સમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ ગતિ કરી રહ્યું છે. વાસ્તવમાં વિશ્વની મહાસત્તા ધરાવતું અમેરિકા ભારતના ગ્રોથથી પણ હેરાન છે. વધુમાં ભારતના ફ્યુચર ટેક્નોલોજી પર વૈશ્વિક સ્તરે સ્પર્ધા આપવાના ફ્યુચર પ્લાનથી પણ અમેરિકા નારાજ હોવાના અહેવાલ છે. જેથી તે ભારત પર દબાણ બનાવવા આ પ્રકારના મનસ્વી ટેરિફ વલણો અપનાવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×