Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UNGA માં જયશંકરનો પાક. પર આકરો પ્રહાર: "આતંકવાદનું મૂળ એક જ દેશ"

વિદેશ મંત્રી એસ. જયશંકરનું UNGA માં સંબોધન ચર્ચામાં રહ્યું. પાકિસ્તાન પર પરોક્ષ હુમલો કરીને કહ્યું- આતંકવાદને પ્રોત્સાહન આપનાર દેશો ભોગવે છે પરિણામ. સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પર સવાલ.
unga માં જયશંકરનો પાક  પર આકરો પ્રહાર   આતંકવાદનું મૂળ એક જ દેશ
Advertisement
  • વિદેશ મંત્રી એસ. જયશંકરના પાકિસ્તાન પર પ્રહાર (S Jaishankar UNGA Speech)
  • ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં નિવેદન
  • એસ. જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી
  • આપણો પડોશી આતંકવાદનું કેન્દ્ર છે: એસ. જયશંકર
  • પાકિસ્તાનમાં આતંકવાદીઓની પ્રશંસા થાય છે:એસ. જયશંકર

S Jaishankar UNGA Speech : ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું 16 મિનિટનું સંબોધન આખા સત્રમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. તેમણે વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, સાથે જ પાકિસ્તાન પર આકરો અને પરોક્ષ હુમલો પણ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "દાયકાઓથી આતંકવાદના મૂળ એક જ દેશ સાથે જોડાયેલા છે."

વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આતંકવાદને મોટો ખતરો માને છે. તેમણે કહ્યું કે આ પડકારનો સામનો કરવા માટે ગહન આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે, જેના પર સભામાં હાજર સભ્યોએ જોરદાર તાળીઓ પાડીને તેમને ટેકો આપ્યો.

Advertisement

આતંકવાદ પર કડક વલણ

જયશંકરે કહ્યું કે ભારતે હંમેશા તેના લોકોની સુરક્ષા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. તેમણે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતે માત્ર નાગરિકોની સુરક્ષા કરી નથી, પરંતુ હુમલાના આયોજકો અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં પણ ઊભા કર્યા છે.

Advertisement

પાકિસ્તાન પર કર્યા પ્રહાર (S Jaishankar UNGA Speech )

પાકિસ્તાન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું: "દાયકાઓથી ભારતે એક એવા પડોશી સાથે જીવવું પડ્યું છે, જે આતંકવાદનું મુખ્ય કેન્દ્ર છે. સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી યાદીમાં તે દેશના ઘણા નાગરિકોનો સમાવેશ થાય છે." તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે જે દેશો આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તેઓ પોતે જ તેના ભયાનક પરિણામો ભોગવે છે.

આંતક માટે ફંડિગ રોકવુ જોઈએ (S Jaishankar UNGA Speech )

જયશંકરે ચેતવણી આપી કે જ્યારે કોઈ દેશ ખુલ્લેઆમ આતંકવાદને રાજ્યની નીતિ બનાવે છે અને આતંકવાદીઓની ફેક્ટરી ચલાવે છે, તો આવી હરકતોની સખત નિંદા થવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે આતંક માટેના ફંડિંગને રોકવું અત્યંત જરૂરી છે અને આતંકવાદના સમગ્ર તંત્ર પર સતત દબાણ જાળવી રાખવું પડશે.

આત્મનિર્ભરતા અને વૈશ્વિક પડકારો

વિદેશ મંત્રીએ ભારતની ત્રણ મૂળભૂત વિચારધારાઓ – આત્મનિર્ભરતા, આત્મ-રક્ષા અને આત્મવિશ્વાસ – પર ભાર મૂક્યો. તેમણે વૈશ્વિક વેપારમાં બિન-બજાર નીતિઓ અને ઊંચા ટેરિફને કારણે ઊભી થયેલી અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેન અને ગાઝા સંઘર્ષ પર બોલતા તેમણે કહ્યું કે તેની અસરો એવા દેશો પર પણ પડી છે જે સીધી રીતે સામેલ નથી. ભારતે અપીલ કરી કે યુદ્ધ સમાપ્ત કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરી શકે તેવા દેશોએ આગળ આવવું જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પર સવાલ

જયશંકરે પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રની સાર્થકતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આ સંસ્થા માત્ર યુદ્ધો રોકવા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ શાંતિ અને માનવ ગરિમાની સુરક્ષા માટે પણ કામ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે સંયુક્ત રાષ્ટ્રએ 21મી સદીના પડકારોનો સામનો કરવા માટે નેતૃત્વ દર્શાવવાનો હવે સમય આવી ગયો છે.

આ પણ વાંચો  :   17 વિદ્યાર્થિનીઓના શોષણના આરોપસર બાબા ચૈતન્યાનંદની ધરપકડ, ₹8 કરોડની સંપત્તિ જપ્ત

Tags :
Advertisement

.

×