Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America ના Texas માં શરિયા કાયદા પર પ્રતિબંધ, એબોટનું આકરૂ વલણ

Sharia Law Ban In Texas : ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું કે, ટેક્સાસમાં જાહેર જીવન પર ધાર્મિક કાયદા લાદવાના કોઈપણ પ્રયાસને સહન કરાશે નહીં
america ના texas માં શરિયા કાયદા પર પ્રતિબંધ  એબોટનું આકરૂ વલણ
Advertisement
  • ધર્મગુરૂનો વીડિયો વાયરલ થયા બાદ ગવર્નરનું નિવેદન સામે આવ્યું
  • એબોટે શરિયા કાનૂન લાદવાનો પ્રયાસ કોઇ કરે તો પોલીસને જાણ કરવા કહ્યું
  • આ નિર્ણય જાહેર થવાના કારણે સ્થાનિક મુસ્લિમ સંગઠનો ખફા હોવાનું જાણવા મળી રહ્યું છે

Sharia Law Ban In Texas : અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં શરિયા કાનૂન પર પ્રતિબંધ (Sharia Law Ban In Texas) મૂકવામાં આવ્યો છે. આનાથી મુસ્લિમ સંગઠનોમાં ગભરાટ ફેલાયો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ (Texas Governor Greg Abbott) એબોટે કહ્યું કે, તેમના રાજ્યમાં ઇસ્લામિક શરિયા કાનૂનના અમલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે રહેવાસીઓને પણ અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ કે સંગઠન શરિયા કાયદાનું પાલન લાદવાનો પ્રયાસ કરે, તો તુરંત સ્થાનિક પોલીસ અથવા ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીને જાણ કરો.

મૂર્ખોથી ડરવાની જરૂર નથી

તાજેતરમાં એક મુસ્લિમ ધર્મગુરુ લાઉડસ્પીકર પર દુકાનદારોને દારૂ, ડુક્કરનું માંસ અને લોટરી ટિકિટ ન વેચવા માટે અપીલ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગવર્નર એબોટનું (Texas Governor Greg Abbott) આ નિવેદન હ્યુસ્ટનથી એક વીડિયો વાયરલ થયા બાદ આવ્યું છે. એબોટે આ ઘટનાને "પજવણી" ગણાવી અને કહ્યું કે, ટેક્સાસમાં જાહેર જીવન પર ધાર્મિક કાયદા (Sharia Law Ban In Texas) લાદવાના કોઈપણ પ્રયાસને સહન કરાશે નહીં. તેમણે ઉમેર્યું કે, “મેં ટેક્સાસમાં શરિયા કાનૂન અને શરિયા સંયોજનો પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ પર હસ્તાક્ષર કર્યા છે. કોઈપણ વ્યવસાય કે વ્યક્તિએ આવા મૂર્ખ લોકોથી ડરવાની જરૂર નથી.

Advertisement

ટેક્સાસમાં શરિયા કાનૂનની સ્થિતિ શું છે ?

ટેક્સાસમાં (Texas Governor Greg Abbott) કોઈ ઔપચારિક "શરિયા પ્રતિબંધ કાયદો" નથી (Sharia Law Ban In Texas), પરંતુ 2017 માં પસાર થયેલ ''American Laws for American Courts' બિલ ખાતરી કરે છે કે જો યુએસના કાયદામાં શરિયાનો સમાવેશ થાય છે, તો યુએસ કોર્ટ કોઈપણ વિદેશી અથવા ધાર્મિક કાયદો લાગુ કરી શકશે નહીં.

Advertisement

મુસ્લિમ સંગઠનોમાં આક્રોશ

કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR) જેવા મુસ્લિમ અધિકાર જૂથોએ એબોટના નિવેદનોને ભ્રામક ગણાવ્યા અને કહ્યું કે, શરિયા કાનૂન ફક્ત વ્યક્તિગત ધાર્મિક આચરણ સાથે સંબંધિત છે, નાગરિક કાયદા સાથે નહીં. આ વર્ષની શરૂઆતમાં, ગવર્નર એબોટે (Texas Governor Greg Abbott) ઇસ્ટ પ્લાનો ઇસ્લામિક સેન્ટર (EPIC) દ્વારા પ્રસ્તાવિત 400 એકરના રહેણાંક અને વ્યાપારી સંકુલનો વિરોધ કર્યો હતો, જેમાં ઘરો, શાળાઓ, મસ્જિદો અને અન્ય વ્યાપારી સુવિધાઓનો સમાવેશ થતો હતો. એબોટે આરોપ લગાવ્યો હતો કે, આ સંકુલને "શરિયા ઝોન" (Sharia Law Ban In Texas) માં ફેરવવાની શક્યતા છે, અને આ માટે તેમણે અનેક રાજ્ય એજન્સીઓ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો.

એબોટ ટ્રમ્પના નજીકના છે

રિપબ્લિકન પાર્ટીના નેતા ગવર્નર એબોટ (Texas Governor Greg Abbott) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. તેઓ ઘણીવાર ઇમિગ્રેશન, ધર્મ અને સાંસ્કૃતિક મુદ્દાઓ (Sharia Law Ban In Texas) પર તેમના કડક વલણ માટે જાણીતા છે. ટીકાકારો કહે છે કે, એબોટે શરિયા કાયદાના ભયને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કર્યો છે અને આ ધાર્મિક ભેદભાવ અને પ્રોફાઇલિંગને પ્રોત્સાહન આપી શકે છે.

આ પણ વાંચો ------ Pakistan માં આતંકીઓ સાથે સેનાની હિંસક અથડામણ : 19 પાક સૈનિકોના મોત, 45 આતંકવાદી ઠાર

Tags :
Advertisement

.

×