Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shubhanshu Shukla Return : શુભાંશુ શુક્લાના માતાએ કહ્યું, આ અમારા જીવનનો સૌથી ગર્વનો ક્ષણ

shubhanshu shukla return   શુભાંશુ શુક્લાના માતાએ કહ્યું  આ અમારા જીવનનો સૌથી ગર્વનો ક્ષણ
Advertisement

Shubhanshu Shukla Return live Updates : આજે 15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે (ભારતીય સમય), એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે Axiom મિશન 4 (Ax-4) નો ભાગ હતી. શુભાંશુ SpaceX ના ગ્રેસ અવકાશયાનમાંથી પાછા ફર્યા અને કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ એક ગર્વની ક્ષણ છે.

Advertisement

સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અવકાશ મિશન પૂર્ણ કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. પૃથ્વી પર ઉતરતાની સાથે જ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. 18 દિવસ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહ્યા બાદ, તેઓ મંગળવારે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા. આ ઐતિહાસિક મિશન બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે.

Advertisement

યાત્રા અને પાછા ફરવાની તૈયારી

શુભાંશુ શુક્લાને 25 જૂન 2025 ના રોજ ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યા હતા. તેઓ 26 જૂને ISS માં જોડાયા. આ સમય દરમિયાન તેમણે 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં સ્નાયુઓના નુકસાન, માનસિક સ્વાસ્થ્ય અને અવકાશમાં પાક ઉગાડવા પર સંશોધનનો સમાવેશ થાય છે.

શુભાંશુ શુક્લા બધી પ્રશંસાને પાત્ર : શુચી મિશ્રા

July 15, 2025 4:49 pm

શુભાંશુ શુક્લાની બહેન, શુચી મિશ્રા કહે છે, "હું ખૂબ ખુશ છું કે PM મોદીએ તેમને અભિનંદન આપ્યા. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા બધી પ્રશંસાને પાત્ર છે... અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે તેઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે"

રાજનાથ સિંહે કહ્યું- શુભાંશુ તમારું સ્વાગત છે

July 15, 2025 4:41 pm

શુભાંશુના પાછા ફરવા પર રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરી, કહ્યું- સ્વાગત છે.

શુભાંશુ શુક્લાના પિતાએ દેશવાસીઓનો આભાર માન્યો

July 15, 2025 4:11 pm

શુભાંશુના પિતા શંભુ દયાળ શુક્લાએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, અમારા પુત્રને આશીર્વાદ આપનારા બધાના અમે આભારી છીએ. મિશનની સફળતા પછી, સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. પરિવારે કેક કાપીને શુભાંશુના પાછા ફરવાની ઉજવણી કરી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે શું કહ્યું?

July 15, 2025 4:00 pm

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ એક્સિઓમ 4 પૃથ્વી પર પરત ફર્યા છે, ત્યારે સૌ કોઇ ખુશ છે. આ ખુશીના સમયે વિજ્ઞાન અને ટેકનોલોજી અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "શુભાંશુ દ્વારા કરવામાં આવેલા પ્રયોગો સમગ્ર વિશ્વ માટે સુસંગત રહેશે. ભારતે પહેલાથી જ તેની ક્ષમતાઓ સાબિત કરી દીધી છે, અને હવે આપડે એક ડગલું આગળ વધી રહ્યા છીએ. આપણે એવા તબક્કે છીએ જ્યાં અમે વિશ્વને કહી શકીએ છીએ કે જુઓ, અમે પહેલો પ્રયોગ કરવાની જવાબદારી લઈ શકીએ છીએ જે બીજા કોઈએ કર્યું નથી..."

આ અમારા જીવનનો સૌથી ગર્વનો ક્ષણ - આશા દેવી

July 15, 2025 3:48 pm

શુભાંશુની માતા આશા દેવી અને પિતા શંભુ દયાળ શુક્લા ભાવુક થઈ ગયા. માતાએ કહ્યું કે આ અમારા જીવનનો સૌથી ગર્વનો ક્ષણ છે.

શુભાંશુ શુક્લાની વાપસી પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

July 15, 2025 3:40 pm

શુભાંશુ શુક્લા પૃથ્વી પરથી પરત ફરતા PM મોદીએ X પર એક પોસ્ટ કરી છે. PM મોદીએ શુભાંશુ શુક્લાને પૃથ્વી પર હેમખેમ પરત ફરવાની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ કહ્યું કે, શુભાંશુની યાત્રાથી હજારો સપનાઓ પૂરા થશે. તેમણે આગળ લખ્યું કે, શુભાંશુ શુક્લાનું હું પૃથ્વી પર સ્વાગત કરું છું.

પરિવાર આનંદ અને ઉજવણી કરતો જોવા મળ્યો

July 15, 2025 3:34 pm

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને સમગ્ર ક્રૂ 18 દિવસના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રોકાણ કર્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તેમનો પરિવાર આનંદ અને ઉજવણી કરતો જોવા મળ્યો. પોતાના દીકરાને હેમખેમ ધરતી પર પહોંચવાની ખુશી શુભાંશુના માતા-પિતાની આંખોમાં સ્પષ્ટપણે જોઇ શકાતી હતી.

શુભાંશુ શુક્લાના માતા-પિતા ભાવુક થઈ ગયા

July 15, 2025 3:23 pm

અવકાશથી પરત ફરતા શુભાંશુ શુક્લાને લઇને તેમના માતા-પિતા ભાવુક થઈ ગયા. શુક્લા અને એક્સિઓમ-4 ક્રૂ પૃથ્વી પર પાછા ફર્યા છે.

લેન્ડિંગનો રોમાંચ

July 15, 2025 3:18 pm

ગ્રેસ અવકાશયાનના ઉતરાણ પહેલાં, એક જોરદાર સોનિક બૂમ સંભળાઈ, જે તેની ઝડપી ગતિનો સંકેત હતો. ઉતરાણ દરમિયાન, પ્લાઝ્મા સ્તર સિગ્નલને અવરોધિત કરી રહ્યું હોવાથી, થોડા સમય માટે સંપર્ક વિક્ષેપિત થયો હતો. પરંતુ રિકવરી ટીમની બોટ અને હેલિકોપ્ટર તરત જ હરકતમાં આવ્યા. શુભાંશુ સહિત એક્સ-4 ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ટીમમાં પેગી વ્હિટસન (કમાન્ડર), સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) પણ સામેલ હતા.

શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યાનો વીડિયો હાલમાં દુનિયાભરના લોકો જોઇ રહ્યા છે.

July 15, 2025 3:11 pm

શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા

July 15, 2025 3:10 pm

This Live Blog has Ended
Advertisement

.

×