Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છ મુસ્લિમ યુવકોએ પોતાની જ બહેનો સાથે કર્યા લગ્ન, અનેક મૌલવીઓએ કર્યા વખાણ

દુલ્હાએ ઇસ્લામી શિક્ષણની અનુરૂપ લગ્નમાં સાદગીને ઉત્તેજના આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી. મોટા ભાઇએ કહ્યું કે, અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગતા હતા.
છ મુસ્લિમ યુવકોએ પોતાની જ બહેનો સાથે કર્યા લગ્ન  અનેક મૌલવીઓએ કર્યા વખાણ
Advertisement
  • પાકિસ્તાનમાં લગ્ન માટે લોકો વેચી રહ્યા છે જમીનો
  • સમુહ લગ્ન કાર્યક્રમમાં અનેક લોકો રહ્યા હતા હાજર
  • અનેક મૌલવીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ઇસ્લામાબાદ : દુલ્હાએ ઇસ્લામી શિક્ષણની અનુરૂપ લગ્નમાં સાદગીને ઉત્તેજના આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી. મોટા ભાઇએ કહ્યું કે, અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગતા હતા. વિવાહમાં ખોટા ખર્ચા અટકાવવાના અનોખા પ્રયાસમાં પાકિસ્તાનમાં છ ભાઇઓએ એક સંયુક્ત સમારંભમાં છ બહેનો સાથે લગ્ન કર્યા.

પંજાબ પ્રાંતમાં થયું સમુહ લગ્નનું આયોજન

પંજાબ પ્રાંતમાં આયોજીત કાર્યક્રમની યોજના કથિત રીતે એક વર્ષ દરમિયાન બનાવી હતી. જેમાં ભાઇઓએ પોતાની સૌથી નાના ભાઇની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જોઇએ. ધ ખામા પ્રેસના અનુસાર આ સમારંભમાં 100 થી વધારે અતિથિ પણ જોડાયા હતા. દુલ્હાઓએ ઇસ્લામી શિક્ષાઓ અનુરૂપલગ્નમાં સાદગીને ઉત્તેજના આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી. મોટા ભાઇએ કહ્યું કે, અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માંગતા હતા. અને કિસ્સાઓમાં લોકો વિવાહના ખર્ચનું વહન કરવા માટે પોતાની જમીનો વેચી નાખતા હોય છે.

Advertisement

આ પણ વાંચો : Gujarat Highcourtની રાજય સરકારને ટકોર, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો

Advertisement

વિવાહમાં સાદાઇથી લગ્ન થાય તે જરૂરી

અમારુ લક્ષ્યાંક તે દેખાડવાનું હતું કે, વિવાહ સાદા હોય અને બિનજરૂરી આર્થિક તણાવ વગર હોઇ શકે. પંજાબમાં સમુહ લગ્ન સમારંભમાં ખાસ રીતે દહેજ વગર આયોજિત કરવામાં આવ્યો હતો. જે તેની સાદગી પર વધારે જોર આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે હાજર મૌલવીએ જણાવ્યું કે, આ લગ્નનનો ઉદ્દેશ્ય ઇસ્લામમાં વર્ણિત સાદાઇ પૂર્ણ લગ્ન કરવાનો હતો. પાકિસ્તાનમાં લગ્નના માટે ખોટો ખર્ચો ખુબ જ થઇ રહ્યો છે. તેવામાં ખુબ જ જરૂરી છે કે સમુહ લગ્ન અને સાદાઇપુર્ણ લગ્ન કરવામાં આવે. સાદાઇપુર્ણ લગ્નથી લોકોની આર્થિક સ્થિતિ કથળતી અટકાવી શકાય છે.

આ પણ વાંચો : TMKOC માં રોશન સિંહ સોઢી તરીકે જાણીતા થયેલા ગુરુચરણ સિંહને શું થયું? ફેન્સ ચિંતિત

Tags :
Advertisement

.

×