રશિયા પર નરમી અને ભારત તરફ લાલ આંખ! Trump ની આ નીતિથી ઘરમાં જ શરૂ થઇ ટીકા
- ટ્રમ્પની વિદેશ નીતિ પર ઉઠ્યાં સવાલ
- યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પની નીતિ નિષ્ફળ?
- ભારત પર ટેરિફ, રશિયા સામે નરમ વલણ?
- અલાસ્કા બેઠક રહી અનિર્ણિત
- ડેમોક્રેટ્સે ટ્રમ્પના નિર્ણયની કરી ટીકા
- યુએસ કમિટીનો દાવો – ટેરિફથી યુદ્ધ અટકશે નહીં
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારેથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમની વિદેશ નીતિ વારંવાર ચર્ચાનો વિષય બની રહી છે. ખાસ કરીને યુક્રેન-રશિયા યુદ્ધને લઈ તેમના અભિગમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ યુદ્ધવિરામ લાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, તેમની પદ્ધતિઓ અમેરિકાના રાજકીય વર્ગ અને આંતરરાષ્ટ્રીય મંચ પર લોકપ્રિય બની શકી નથી. એક તરફ તેઓ રશિયા સાથે વેપાર કરતા ભારત પર કડક ટેરિફ લાદી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેઓ યુક્રેનને ખુલ્લેઆમ મજબૂત ટેકો આપવામાં નિષ્ફળ રહ્યા છે.
અલાસ્કા બેઠક રહી અનિર્ણિત
હાલમાં અલાસ્કામાં યોજાયેલી ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક પણ કોઈ સ્પષ્ટ પરિણામ વિના પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. આ બેઠક બાદ ન માત્ર અમેરિકાની અંદર પણ વૈશ્વિક સ્તરે ટ્રમ્પની નીતિ અંગે શંકાઓ વધુ ગાઢ થઈ છે.
ડેમોક્રેટ્સની તીવ્ર ટીકાઓ
યુએસ હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ડેમોક્રેટ સભ્યોએ જાહેર કર્યું છે કે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાથી યુક્રેન યુદ્ધ અટકશે નહીં. કમિટીએ ટ્રમ્પને સીધી રશિયા સામે પગલાં ભરવાની અને જરૂર પડે તો યુક્રેનમાં અમેરિકી સૈનિકો મોકલવાની માંગ કરી છે. તેમના મત પ્રમાણે ટ્રમ્પ જે કંઈ કરી રહ્યા છે તે પૂરતું અસરકારક નથી. હાઉસ પેનલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ કહ્યું કે જો ટ્રમ્પ ખરેખર શાંતિ ઇચ્છે છે તો તેમને પુતિન સાથે સીધી રીતે વ્યવહાર કરવો જોઈએ અને માત્ર દબાણની રાજનીતિથી દૂર રહેવું જોઈએ.
US Democrats panel tariffs on India won't stop Putin, urge aid to Ukraine
Read @ANI Story | https://t.co/PHhgSrezRn#US #Putin #tariffs pic.twitter.com/wUy9kfuUnp
— ANI Digital (@ani_digital) August 15, 2025
અમેરિકી ટ્રેઝરીની Donald Trump ને ચેતવણી
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ તાજેતરમાં બ્લૂમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો ટ્રમ્પ અને પુતિન વચ્ચે કોઈ અર્થપૂર્ણ સમજૂતી નહીં થાય તો ભારત પર વધારાની ડ્યુટી લાદવામાં આવશે. તેમનું કહેવું છે કે અલાસ્કાની બેઠક પછી અમેરિકા ભારત સામે નવા આર્થિક પ્રતિબંધો પર વિચાર કરી શકે છે.
ભારત પર દબાણ વધારવાની કોશિશ
ટ્રમ્પ પ્રશાસન (Trump administration) માને છે કે ભારત પર આર્થિક દબાણ વધારવાથી રશિયા પર પણ પરોક્ષ દબાણ આવશે. હાલ ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 40 ટકા તેલ રશિયા પાસેથી ખરીદે છે. ટ્રમ્પનો વિચાર છે કે જો ભારત રશિયા પાસેથી તેલની આયાત ઘટાડશે, તો રશિયાની આર્થિક સ્થિતિ પર સીધી અસર થશે અને પુતિન અમેરિકાની શરતો માનવા માટે મજબૂર બનશે.
ભારતનો સ્પષ્ટ જવાબ
તેમ છતાં, ભારતે અમેરિકાના દબાણ સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે અને કોઈપણ પ્રકારના બાહ્ય દબાણ હેઠળ કામ નહીં કરે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લેથી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દેશ આર્થિક હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચો : રશિયાનો Alaska summit પહેલા મોટો નિર્ણય! ટેલિગ્રામ-વોટ્સએપ કોલ પર આંશિક પ્રતિબંધ


