ગેંડાનું રક્ષણ કરવા સાઉથ આફ્રિકાના પશુ ડૉક્ટરો ગેંડાના શીંગડા કાપી રહ્યા છે
- દુનિયામાંથી ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે
- ગેંડાના શિંગડાની કિંમત હિરા અને સોના કરતા પણ વધારે છે
- શિકારીઓને આ શિંગડાની ખાસ્સી એવી કિંમત મળતી હોય છે
દુનિયામાંથી ગેંડાની સંખ્યામાં નોંઘપાત્ર ઘટાડો નોંઘાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ગેંડાના શિંગડાની કિંમત હિરા અને સોના કરતાં પણ વઘારે છે. જેના કારણે શિકારીઓને આ શિંગડાની ખાસ્સી એવી કિંમત મળતી હોય છે. આજ કારણથી દુનિયામાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે.
સાઉથ આફ્રિકાના જંગલમાં ગેંડાની પ્રજાતિનું રક્ષણ કરવા માટે ત્યાંના પશુ ડૉક્ટરો ગેંડાના શિંગડા કાપી રહ્યા છે. જેથી તેમનું રક્ષણ કરી શકાય. જો ગેંડાના શિંગડા જ નહીં રહે તો તેમને મારવા માટે કોઈ શિકારી આવશે જ નહીં, જેથી ગેંડાનું રક્ષણ થઈ શકશે.
દુનિયામાંથી ગેંડાની સંખ્યામાં નોંઘપાત્ર ઘટાડો નોંઘાઈ રહ્યો છે
દુનિયામાંથી ગેંડાની સંખ્યામાં નોંઘપાત્ર ઘટાડો નોંઘાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ગેંડાના શિંગડાની કિંમત હિરા અને સોના કરતાં પણ વઘારે છે. જેના કારણે શિકારીઓને આ શિંગડાની ખાસ્સી એવી કિંમત મળતી હોય છે. આજ કારણથી દુનિયામાં શાકાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે.
ગેંડા શાકાહારી પ્રાણી છે
એક શોઘમાં જાણવા મળ્યુ છે કે, દુનિયામાં હાથીની પ્રજાતિ, ગેંડા, દરિયાઈ ઘોડા અને ગોરિલ્લા સહિતના સૌથી મોટા અને શાકાહારી જાનવરો છે. જે હવે વિલુપ્ત થવાના આરે છે. કેમ કે દુનિયામાં તેના ખરીદદારો આ ખાદ્ય વસ્તુઓને કારણે આ પશુઓના શરીરના ભાગ વેચે છે અને શિકારીઓને સારી એવી કિંમતનો લાભ આપે છે.
અમેરિકાની ઓરિગન સ્ટેટ યુનિવર્સિટીમાં પારિસ્થિતિકીના પ્રોફેસર અને અધ્યયનકર્તા લેખક વિલિયમ રિપલે કહ્યુ હતું કે, ગેંડાના શિંગડા તોલાના હિસાબે હિરા કે સોનું જ નહીં પરંતુ કોકીન કરતાં પણ મોંઘા હોય છે. શોઘકર્તાઓ દ્વારા જાણ્યુ કે, 2002થી 2011 સુઘી જંગલી હાથીઓની સંખ્યામાં 62 ટકાનો ઘટાડો થયો છે.
જયારે 2007થી 2013ના સમયમાં ગેંડાના શિકારમાં ઘણો જ વઘારો થયો છે. તેમજ શિકારીઓએ 2010થી 2012 વચ્ચે એક લાખથી વઘુ સવાના હાથીઓનો શિકાર કર્યો છે. જે દુનિયાભરના જંગલી સવાના હાથિયોંની આબાદાની પાંચમો ભાગ છે.
આ પણ વાંચો: બ્રિટને ભારતમાં જેટલી લૂંટ કરી છે તેટલામાં અમેરિકા, ચીન, જાપાન જેવા 5 દેશ બની શકે


