Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પાક. સેનાના 8 જવાનો શહીદ

પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે એક તરફ ખીણ તો બીજી તરફ પહાડ. મોંઘવારી અને બેરોજગારી પહેલાથી જ પાકિસ્તાનની સરકારને પરેશાન કરી રહી છે ત્યારે આ મુસિબતની સાથે આત્મઘાતી હુમલાઓ સ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યા છે. પાકિસ્તાનના ન્યૂઝ પ્લેટફોર્મ્સે તેમના પોલીસ સૂત્રોને...
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો  પાક  સેનાના 8 જવાનો શહીદ
Advertisement

પાકિસ્તાનની પરિસ્થિતિ એવી છે કે એક તરફ ખીણ તો બીજી તરફ પહાડ. મોંઘવારી અને બેરોજગારી પહેલાથી જ પાકિસ્તાનની સરકારને પરેશાન કરી રહી છે ત્યારે આ મુસિબતની સાથે આત્મઘાતી હુમલાઓ સ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યા છે. પાકિસ્તાનના ન્યૂઝ પ્લેટફોર્મ્સે તેમના પોલીસ સૂત્રોને ટાંકીને તેમના અહેવાલમાં જણાવ્યું છે કે ગુરુવારે આત્મઘાતી હુમલાખોરોએ ભારે નુકસાન કર્યું છે. આત્મઘાતી વિસ્ફોટમાં પાક સેનાના 8 જવાનો શહીદ થયા હતા.

આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં આઠ સુરક્ષાકર્મીઓના મોત

Advertisement

આ હુમલો ત્યારે થયો જ્યારે સુરક્ષા દળોનો કાફલો ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ધ પાકિસ્તાન ટેલિગ્રાફે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની સુરક્ષા દળો પર આ ચોંકાવનારો હુમલો ગુરુવારે થયો હતો. રિપોર્ટમાં પોલીસ સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મોટરસાઇકલ પર સવાર એક આત્મઘાતી બોમ્બરે ખૈબર પખ્તુનખ્વાના માલી ખેલ વિસ્તારમાં આ હુમલો કર્યો હતો. જેમાંથી સુરક્ષા દળોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. ધ પાકિસ્તાન ટેલિગ્રાફના ગુરુવારના અહેવાલ મુજબ, આ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં આઠ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે, જ્યારે 17 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Advertisement

આ પહેલા પણ થયો છો આત્મઘાતી હુમલો

આ પહેલા 30 જુલાઈએ ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો રાજકીય પક્ષની બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો. JUI-Fના સભ્યો અને સમર્થકોની આ બેઠકમાં લગભગ 400 લોકોએ હાજરી આપી હતી. હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે હુમલામાં 54 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાની તાલિબાને 2022 થી પાકિસ્તાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. આ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની તાલિબાન પણ સામેલ હોવાની આશંકા છે. જો કે હજુ સુધી પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો - India-China Map Dispute : શું કોઈ દેશ નકશામાં બતાવીને બીજાની જમીન પર કબજો કરી શકે છે?, જાણો શું છે સમગ્ર વિવાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×