ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tahawwur Rana Extradition: ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે તહવ્વુર રાણાનો નવો પેંતરો!

મુંબઈ હુમલાના આરોપી ભારત પ્રત્યાર્પણ ટાળવા નવો પેંતરો આરોપી તહવ્વુર રાણાએ યુએસ કોર્ટનો સંપર્ક કર્યો. US court કોર્ટમાં એક અરજી દાખલ કરી રોક માંગ કરી   Tahawwur Rana Extradition: 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાએ (Tahawwur Rana Extradition)ગુરુવારે ભારત...
06:01 PM Mar 06, 2025 IST | Hiren Dave
મુંબઈ હુમલાના આરોપી ભારત પ્રત્યાર્પણ ટાળવા નવો પેંતરો આરોપી તહવ્વુર રાણાએ યુએસ કોર્ટનો સંપર્ક કર્યો. US court કોર્ટમાં એક અરજી દાખલ કરી રોક માંગ કરી   Tahawwur Rana Extradition: 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાએ (Tahawwur Rana Extradition)ગુરુવારે ભારત...
Tahawwur Rana extradition

 

Tahawwur Rana Extradition: 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાએ (Tahawwur Rana Extradition)ગુરુવારે ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે યુએસ કોર્ટનો સંપર્ક કર્યો.રાણાએ US court કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. રાણાએ પોતાની અપીલ અરજીમાં કહ્યું હતું કે મને ખૂબ ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું. તેમણે કહ્યું છે કે તેઓ ભારતમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં કારણ કે તેમની સામે વિવિધ પ્રકારના કેસ દાખલ કરવામાં આવશે. આરોપીએ કહ્યું છે કે તેની તબિયત સારી નથી અને ભારતમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.

ભારત સરકાર વધુને વધુ સરમુખત્યારશાહી

અરજીમાં જણાવાયું છે કે ભારત સરકાર વધુને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો તેને ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેવું માનવાના પૂરતા કારણો છે.તહવ્વુર રાણાએ કહ્યું કે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છે.તે પાર્કિન્સનથી પણ પીડાઈ રહ્યો છે.તેમને એવી જગ્યાએ મોકલવા જોઈએ નહીં જ્યાં તેને રાષ્ટ્રીય,ધાર્મિક અને સાંસ્કૃતિક આધાર પર નિશાન બનાવવામાં આવે.

આ પણ  વાંચો -UAE માં 2 ભારતીયોને મૃત્યુદંડની સજા, હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા

કોણ છે તહવ્વુર રાણા?

તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું.પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેણે આ નોકરી છોડી દીધી.ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડિયન નાગરિક છે. પરંતુ તાજેતરમાં જ તે શિકાગોનો રહેવાસી હતો.જ્યાં તેનો વ્યવસાય છે.કોર્ટના દસ્તાવેજો અનુસાર,તેણે કેનેડા,પાકિસ્તાન,જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે.તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે.કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006 થી નવેમ્બર 2008 સુધી,તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.આ સમય દરમિયાન,તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી.આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.

Tags :
26/11 Mumbai terror attackconspirator Tahawwur Hussain RanaMumbai attackTahawwur Hussain scared of coming to IndiaTahawwur Hussain told in US court not be able to surviveTahawwur Rana extraditionThereus court
Next Article