Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tariff war : શું ભારતે US સાથે હથિયાર-વિમાનનો સોદો રદ કર્યો? જાણો સરકારે શું કહ્યું?

Tariff war : ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે (Tariff war) તણાવ ચાલી રહ્યો છે. એવામાં ભારતે અમેરિકાથી સૈન્ય હથિયારો તથા એરક્રાફ્ટ ખરીદવાના પ્લાન પર રોક લગાવી છે.મળતી માહિતી અનુસાર સરકારે અમેરિકાના શસ્ત્રો અને વિમાનો ખરીદવાની યોજનાઓને મુલતવી રાખી...
tariff war   શું ભારતે us સાથે હથિયાર વિમાનનો સોદો રદ કર્યો  જાણો સરકારે શું કહ્યું
Advertisement

Tariff war : ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે (Tariff war) તણાવ ચાલી રહ્યો છે. એવામાં ભારતે અમેરિકાથી સૈન્ય હથિયારો તથા એરક્રાફ્ટ ખરીદવાના પ્લાન પર રોક લગાવી છે.મળતી માહિતી અનુસાર સરકારે અમેરિકાના શસ્ત્રો અને વિમાનો ખરીદવાની યોજનાઓને મુલતવી રાખી છે. એક ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રાજનાથ સિંહ શસ્ત્રોની ખરીદી પર વોશિંગ્ટનના પ્રવાસે જશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ હવે રાજનાથ સિંહનો પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે.

રાજનાથ સિંહનો અમેરિકા પ્રવાસ રદ: રોયટર્સ  (Tariff war)

જોકે આ મામલે ભારતીય સંરક્ષણ વિભાગ અને પેન્ટાગન દ્વારા કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોમ્બેટ વ્હીકલ્સ તથા એન્ટિ ટેન્ક મિસાઇલને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આટલું જ નહીં રાજનાથ સિંહની અમેરિકાની મુલાકાતમાં ભારતીય નેવી માટે બોઇંગથી 6 એરક્રાફ્ટ ખરીદવાની પણ જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા હતી, જોકે હવે આ તમામ ખરીદી પર રોક લગાવી દેવામાં આવી છે.

Advertisement

Advertisement

ભારત અને અમેરિકા વચ્ચે સોદાની પ્રક્રિયા ચાલી રહી છે

મળતી માહિતી મુજબ, ભારત અમેરિકા પાસેથી P8i સર્વેલન્સ એરક્રાફ્ટ, સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ અને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલ ખરીદવાનું હતું. ટેરિફને કારણે આ સોદો પણ અટકી ગયો છે. એક ન્યૂઝ એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે ભારતના સંરક્ષણ મંત્રાલય અને પેન્ટાગોન દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તે જ સમયે, જેમાં એજન્સી એ સંરક્ષણ મંત્રાલયના સૂત્રને જણાવ્યું હતું કે આ અહેવાલો ખોટા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સોદાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ  વાંચો -Gold High Price: ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટને હચમચાવ્યું,રેકોર્ડ સ્તરે પહોંચ્યા ભાવ!

ભારતના NSA રશિયામાં, PM મોદી ચીન જશે (Tariff war)

બીજી તરફ દબાણ છતાં ભારત અમેરિકા સામે નમતું નહીં મૂકે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશના ખેડૂતો અને પશુપાલકોના હિતોની રક્ષા માટે ભારે કિંમત ચૂકવવા તૈયાર છીએ. ભારતના NSA અજિત ડોભાલે મોસ્કોમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. ભારતના વડાપ્રધાન આ જ મહિને ચીનની મુલાકાતે જશે. વ્લાદિમીર પુતિન પણ આગામી દિવસોમાં ભારતની મુલાકાતે આવશે. આટલું જ નહીં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ પણ PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

આ પણ  વાંચો -વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારે વિરોધ; ભારત પર 50 ટકા ટેરિફ કેમ? જવાબ માંગવામાં આવ્યો

ટેરિફ મુદ્દે સમાધાન થાય પછી જ ભારત સાથે વાતચીત કરીશું: ટ્રમ્પ

નોંધનીય છે કે આજે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ટેરિફ મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સાથે ટ્રેડને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. ગયા સપ્તાહે જ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જે બાદ ટ્રમ્પે ટેરિફ 25થી વધારીને 50 ટકા કર્યો. આગામી 27 ઑગસ્ટથી આ ટેરિફ લાગુ થશે. અમેરિકાની જાહેરાત બાદ ભારતના વિદેશ મંત્રાલયે ટેરિફને અનુચિત અને અવિવેકપૂર્ણ ગણાવ્યા હતા. ભારતે જવાબ આપ્યો હતો કે અમે રાષ્ટ્રહિત તથા આર્થિક સુરક્ષાને ધ્યાને રાખી જરૂરી તમામ નિર્ણય લઈશું.

Tags :
Advertisement

.

×