Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tariff war : ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ઈરાક પર 30 ટકા અને ફિલિપાઈન્સ પર લગાવ્યો 25 ટકા ટેરિફ

ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફ દરોની જાહેરાત કરી ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ ઈરાક પર 30 ટકા ટેરિફ ફિલિપાઈન્સ પર 25 ટકા ટેરિફ US tariff on 6 Countries: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump)કેટલાક દેશોમાં નવા ટેરિફ દરોની...
tariff war   ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ  ઈરાક પર 30 ટકા અને ફિલિપાઈન્સ પર લગાવ્યો 25 ટકા ટેરિફ
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફ દરોની જાહેરાત કરી
  • ટ્રમ્પે 6 દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ
  • ઈરાક પર 30 ટકા ટેરિફ
  • ફિલિપાઈન્સ પર 25 ટકા ટેરિફ

US tariff on 6 Countries: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump)કેટલાક દેશોમાં નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હવે ફિલિપાઈન્સ, ઈરાક, મોલ્ડોવા અલ્જીરિયા, લીબીયા અને બ્રુનેઈ પર 25 ટકા ટેરિફ લગાવ્યો. આ આદેશ આવતા 1 ઓગસ્ટથી લાગુ થશે. આ 6 દેશોમાં ટેરિફ લાગુ કરવાનો નિર્ણય એવા સમયે લેવાયો છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકન પ્રમુખે સાઉથ કોરિયા અને જાપાન સહિત 14 દેશો પર ટેરિફ લાગુ કર્યો હતો.

યા દેશ પર કેટલો ટેરિફ?

  • ફિલિપાઈન્સ: 25 ટકા
  • બ્રુનેઈ: 25 ટકા
  • અલ્જીરિયા: 30 ટકા
  • મોલ્દોવા: 25 ટકા
  • ઈરાક: 30 ટકા
  • લીબિયા: 30 ટકા

ઓફિસીયલ લેટરમાં ટેરિફની માહિતી શેર કરી

ટ્રમ્પે આ દેશોના નેતાઓને મોકલવામાં આવેલા ઓફિસીયલ લેટરમાં ટેરિફની માહિતી શેર કરી છે. ટેરિફના સૌથી વધુ દર 30 ટકા છે, જે ઇરાક, અલ્જીરિયા અને લીબિયા પર લાગુ કરાઈ છે.

Advertisement

આફ્રિકામાં સહાયથી વેપાર તરફ આગળ વધી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'આપણે આફ્રિકામાં સહાયથી વેપાર તરફ આગળ વધી રહ્યા છીએ. આફ્રિકામાં અપાર આર્થિક સંભાવનાઓ છે. કાંગો અને રવાન્ડાના નેતાઓ આગામી થોડા અઠવાડિયામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા આવશે.'

Advertisement

'કોઈ ફેરફાર નહીં કરવામાં આવે...'

એપ્રિલમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા રેસીપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ અમેરિકા અને તેના વ્યાપારિક ભાગીદારો વચ્ચે નવા વેપાર કરારો પર વાતચીત શરૂ થઈ ગઈ. મંગળવારે એક કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે પોતાના હાલના સંવાદોના મહત્ત્વ પર ભાર આપતા કહ્યું કે, એક પત્રનો મતલબ એક સમજૂતી હોય છે. તેમણે અલગથી પુષ્ટિ કરી કે નવા ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી મોડું કર્યા વગર લાગુ થશે.

Tags :
Advertisement

.

×