સગીર વિધાર્થી સાથે શારીરક સંબંધ બાંધતા શિક્ષિકા બની ગર્ભવતી, વિધાર્થીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા
rebecca joynes case : તમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે કે કોઈ વિધાર્થીના સંબંધ તેની શિક્ષિકા સાથે હોય છે. પરંતુ આ કિસ્સો ચોક્કસપણે તમને હચમચાવી દેશે. શિક્ષિકાએ એક 15 વર્ષીય વિધાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને પછી તે ગર્ભવતી બની હતી અને આ રીતે સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહિલા શિક્ષિકા rebecca joynes વિદ્યાર્થીઓ પર અઢળક પૈસા ખર્ચતી હતી. તેણે વિદ્યાર્થીને ગુચીનો પટ્ટો ખરીદ્યો. જ્યારે છોકરાના પરિવારને આ બાબતની જાણ થઈ તો તેઓએ મહિલા શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો.
મિત્રના ઘરે જવાના બહાને શિક્ષિકાના ફ્લેટ પર જતો હતો વિધાર્થી

rebecca joynes
મળતી માહિતી મુજબ 30 વર્ષની મહિલા શિક્ષક રેબેકા જોયન્સે તેની જ શાળાના 15 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને તે ગર્ભવતી બની હતી. સમગ્ર મામલો મામલો સગીર વિધાર્થીના કહ્યા બાદ સામે આવ્યો છે. તેને કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તે 15 વર્ષનો હતો ત્યારે મહિલા શિક્ષકે તેનો સંપર્ક કર્યો અને એક વર્ષ બાદ તેણે તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીનો આરોપ છે કે શિક્ષકે તેની સાથે 30થી વધુ વખત સંબંધો બાંધ્યા હતા. તેણે જણાવ્યું કે તે તેના મિત્રના ઘરે જવાના બહાને શિક્ષકના ફ્લેટ પર જતો હતો.
શિક્ષિકાના અન્ય વિદ્યાર્થી સાથે પણ હતા સંબંધ
⚡️Teacher ‘became pregnant by a teenage schoolboy while on bail’
A teacher got pregnant by one of her pupils while awaiting trial for a separate case in which she took another schoolboy back to her flat for sex, a court heard.
Rebecca Joynes, 30, is on trial at Manchester Crown… pic.twitter.com/udS6Rb2T1x— Insider | UK (@Insider_news_UK) May 8, 2024
વધુમાં વિધાર્થીએ આ બાબત અંગે ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેને મહિલા શિક્ષકના ફ્લેટમાંથી કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા અને તેણે કહ્યું કે જ્યારે તેના મિત્રએ તેની આ વાતને સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે જ તેણે તેને ફોટા મોકલ્યા હતા. આ પછી સ્કૂલમાં તેની ચર્ચા થવા લાગી હતી. આ રીતે સમગ્ર બાબત સામે આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે ઓક્ટોબર 2021 માં રેબેકાને સસ્પેન્ડ કરી દીધી હતી.

rebecca joynes
વિદ્યાર્થીએ વધુમાં પોલીસને જણાવ્યું કે, શિક્ષકે બાળકને તેના મોબાઈલ નંબરના 11માંથી 10 અંક આપ્યા હતા. જેમાં 11મા નંબરનું અનુમાન લગાવવાની ચેલેન્જ આપવામાં આવી હતી. આ કારણોસર બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. વધુમાં આ બાબત અંગે જાણવા મળ્યું હતું કે, ગણિતના શિક્ષક અન્ય વિદ્યાર્થી સાથે પણ સંબંધમાં હતા.
આ પણ વાંચો : Afghanistan માં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી, 50 લોકોના મોત…


