Elon Musk એલિયન છે! જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા
- Elon Musk: ટાઈમ ટ્રાવેલર, વેમ્પાયર કે એલિયન?
- મસ્કનો "3000 BC" પ્રોફાઇલ વેરિફાઈડ!
- મસ્કની મજાકે સોશિયલ મીડિયામાં ગરમાવો ફેલાવ્યો!
- સોશિયલ મીડિયામાં મસ્કનો ટાઈમ ટ્રાવેલર મજાક!
Elon Musk : વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલોન મસ્ક (Elon Musk) એ ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર ફની ચર્ચાઓ જગાવી છે. X (જૂનુ ટ્વિટર) પર તેમના એક મજેદાર પોસ્ટને કારણે યુઝર્સ મજાકિયા મીમ્સ બનાવી રહ્યા છે. મસ્કે પોતાને "Time Traveler યાત્રા કરનાર પિશાચ અને એલિયન" તરીકે વર્ણવ્યું છે. આ મજાકે સોશિયલ મીડિયા પર ભારે રસપ્રદ ચર્ચા ઉભી કરી છે.
મસ્કની મજાકથી શરૂ થયેલી ચર્ચા
આ બધું એ વખતે શરૂ થયું, જ્યારે એલોન મસ્કે X પર એક મીમ શેર કરી, જેને 7.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. મીમમાં લખવામાં આવ્યું હતું, "શું તમે તેને માનશો? આજે સવારે 2:30 વાગ્યે મારો પાડોશી દરવાજો ખખડાવતો રહ્યો હતો. સદભાગ્યે હું બેગપાઈપ વગાડતો જાગ્યો હતો." આ મીમે લોકોને ઘણી મજા અપાવી હતી. આ મીમ પર વધુ મજાક કરતા, એક યુઝર "@soursillypickle" એ મસ્કને પ્રશ્ન પૂછ્યો કે, "શું તમે વેમ્પાયર છો, એટલા માટે ઊંઘ નથી આવતી?" તેમણે મસ્કની ટિપ્પણીનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો, જેમાં તેણે "3000 વર્ષ જૂના વેમ્પાયર" હોવાનું સ્વીકાર્યું હતું.
See, this proves that I’m a time-traveling vampire alien!
Even though I’m 5000 years old, I think I look much younger. https://t.co/QNgQjaBAp9
— Elon Musk (@elonmusk) November 24, 2024
મજાકનું પુનરાવર્તન કરતાં, મસ્કે જવાબ આપ્યો, હું Time-Traveler કરતો વેમ્પાયર છું. આ ટિપ્પણી પર મજાક આગળ વધતી રહી. એક અન્ય યુઝર ડાયના ડ્યુકિકે જણાવ્યું કે તે માને છે કે એલોન મસ્ક એલિયન છે, આ જ કારણ છે કે તે પોતાને Time Traveler, વેમ્પાયર એલિયન તરીકે વર્ણવે છે.
3000 BC થી પ્રોફાઇલ વેરિફાઈડ
અન્ય X યુઝર્સે નોંધ્યું છે કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર અબજોપતિની પ્રોફાઇલ 3000 BC થી વેરિફાઈડ છે. તેણે તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ પોસ્ટ પણ વાયરલ થઈ હતી. એલોન મસ્કે પછી લખ્યું, હું 5000 વર્ષનો હોવા છતાં મને લાગે છે કે હું ખૂબ જ યુવાન દેખાઉં છું. "3000 BC" વેરિફિકેશન મસ્ક દ્વારા તેની પ્રોફાઇલમાં ઇરાદાપૂર્વકનો ઉમેરો હોવાનું જણાય છે જેથી લોકો મજાક પર વિશ્વાસ કરી શકે.
આ પણ વાંચો: વિશ્વને ફરી ચોંકાવશે Musk! દિલ્હીથી અમેરિકા પહોંચાશે માત્ર અડધા કલાકમાં?


