ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Thailand PM પદ પરથી સસ્પેન્ડ,પોતાના દેશના લોકો વિરુદ્ધ કરી ગંભીર ટિપ્પણી

થાઈલેન્ડની કોર્ટે PM પૈતોંગટાર્ન શિનવાત્રાની આપ્યો ઝટકો શિનવાત્રા વડાપ્રધાન પદ સસ્પેન્ડ કરવામાં  આવ્યા દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો   Thailand Prime Minister Paetongtarn Shinawatra Suspend : થાઈલેન્ડની બંધારણી કોર્ટે (Constitutional Court)એક શબ્દના કારણે વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાની(Paetongtarn...
05:41 PM Jul 01, 2025 IST | Hiren Dave
થાઈલેન્ડની કોર્ટે PM પૈતોંગટાર્ન શિનવાત્રાની આપ્યો ઝટકો શિનવાત્રા વડાપ્રધાન પદ સસ્પેન્ડ કરવામાં  આવ્યા દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો   Thailand Prime Minister Paetongtarn Shinawatra Suspend : થાઈલેન્ડની બંધારણી કોર્ટે (Constitutional Court)એક શબ્દના કારણે વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાની(Paetongtarn...
Thailand’s Constitutional Court

 

Thailand Prime Minister Paetongtarn Shinawatra Suspend : થાઈલેન્ડની બંધારણી કોર્ટે (Constitutional Court)એક શબ્દના કારણે વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનવાત્રાની(Paetongtarn Shinawatra) હકાલપટ્ટી કરી દીધી છે. તેમના પર પોતાના દેશના લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી કેસની તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી 38 વર્ષીય શિનવાત્રા વડાપ્રધાન પદ (Suspend) નહીં સંભાળે.

વડાપ્રધાને પોતાના દેશના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરી

કોર્ટે કહ્યું છે કે, વડાપ્રધાન શિનવાત્રાએ પોતાના દેશનો લોકો વિરુદ્ધ ગંભીર ટિપ્પણી કરી હોવાથી તેમને એક જુલાઈથી સસ્પેન્ડ કરવામાં આવે છે. શિનવાત્રાએ દુશ્મન દેશ કંબોડિયાના વડા સાથે ફોન પર વાતચીત કરતી વખતે થાઈલેન્ડના આર્મી વડા વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી.

આ પણ  વાંચો -Gaza War : ઈઝરાયલી હુમલામાં ખોરાક અને દવા લેવા એકત્ર થયેલ 74 પેલેસ્ટાઈન નાગરિકો મૃત્યુ પામ્યા

કોર્ટે વડાપ્રધાનના આચરણને અયોગ્ય ઠેરવ્યો

થાઈલેન્ડની કોર્ટે (Constitutional Court)વડાપ્રધાનના આચરણને અયોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, શિનવાત્રાએ જે રીતે પોતાના દેશના લોકો વિરુદ્ધ ટિપ્પણી કરી છે, તે આચરણ વિરુદ્ધની છે. કોર્ટે તપાસ એજન્સીને કહ્યું છે કે, તેઓ સંપૂર્ણ તપાસ કરીને 15 દિવસમાં રિપોર્ટ જમા કરાવે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

આ પણ  વાંચો -ઈરાનના ધર્મગુરુનો ટ્રમ્પ-નેતન્યાહૂ સામે ફતવો, બંનેને ગણાવ્યા અલ્લાહના દુશ્મન

શિનવાત્રાએ કંબોડિયાના સેનેટ પ્રમુખને અંકલ કહ્યા

વાસ્તવમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. મે મહિનામાં સરહદ વિવાદ થયો હતો, જેમાં એક કંબોડિયન સૈનિક સહિત કેટલાક લોકોના મોત થયા હતા. શિનવાત્રાએ બંને દેશોના તણાવ મુદ્દે કંબોડિયાના સેનેટના પ્રમુખ હુન સેન સાથે ફોન પર વાત કરી હતી. શિનવાત્રાએ તેમને અંકલ કરીને સંબોધ્યા હતા અને થાઈલેન્ડના સેનાઅધ્યક્ષને પોતાના દુશ્મન કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ કંબોડિયાની સરહદ પર જનરલ તહેનાત છે, તે મારા દુશ્મન છે તેથી જ કંબોડિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે.

શિનવાત્રાએ માફી માંગી

વિવાદ સામે આવ્યા બાદ શિનવાત્રાએ માફી માંગી છે, જોકે મામલે કોર્ટમાં પહોંચ્યા બાદ તેમને વડાંપ્રધાન પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હું કોર્ટના નિર્ણયનું પાલન કરીશ. હું તપાસ કે ન્યાયિક કાર્ડમાં અચડણો ઊભી કરવા માંગતી નથી. અગાઉ તેમના પિતા થાકસિન શિનવાત્રા પણ વડાપ્રધાન રહી ચૂક્યા છે. થાઈલેન્ડના શિનવાત્રા અને કંબોડિયાના હુન સેનના પરિવાર દાયકાઓથી એકબીજાને જાણે છે અને સારા સંબંધો પણ ધરાવે છે.

Tags :
armed confrontationborder disputeCambodiadiplomacyDissatisfactionleaked phone callPrime Minister Paetongtarn Shinawatrapublic protestsThailand’s Constitutional Court
Next Article