ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

થાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નને મળી કાયદાકીય માન્યતા, આજથી અમલવારી શરૂ

ગુરુવારે પૂર્વ એશિયાઈ દેશ થાઇલેન્ડમાં આજથી એટલે કે 23 જાન્યુઆરીથી સમલૈંગિક લગ્નને કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગયા બાદ સેંકડો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિઅર (LGBTQ+) લોકો ખુશ થયા છે.
07:38 PM Jan 23, 2025 IST | Hardik Shah
ગુરુવારે પૂર્વ એશિયાઈ દેશ થાઇલેન્ડમાં આજથી એટલે કે 23 જાન્યુઆરીથી સમલૈંગિક લગ્નને કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગયા બાદ સેંકડો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિઅર (LGBTQ+) લોકો ખુશ થયા છે.
Thailand Same Sex Marriage Law

Thailand Same Sex Marriage Law : ગુરુવારે પૂર્વ એશિયાઈ દેશ થાઇલેન્ડમાં આજથી એટલે કે 23 જાન્યુઆરીથી સમલૈંગિક લગ્નને કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા મળી ગયા બાદ સેંકડો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિઅર (LGBTQ ) લોકો ખુશ થયા છે. થાઇલેન્ડ આવું કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. આ પછી ઘણા સમલૈંગિક યુગલોએ તેમના લગ્ન નોંધાવ્યા છે.

થાઇલેન્ડે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યો

ભારતીયો માટે એક મુખ્ય પર્યટન દેશ તરીકે ગણાતા થાઇલેન્ડે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવ્યો છે. આ કાયદાના અમલીકરણ સાથે, પહેલા જ દિવસે અહીં સેંકડો લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે થાઈલેન્ડમાં લગભગ 20 વર્ષથી, LGBTQ સમુદાય સમલૈંગિક લગ્ન માટે કાનૂની માન્યતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કાયદાને માન્યતા મળ્યા પછી, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ સમાન લિંગ સાથે લગ્ન કરી શકે છે. આ પ્રસંગે થાઇલેન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રેષ્ઠા થાવિસિને કહ્યું કે આપણે અમેરિકા કરતાં વધુ ખુલ્લા મનના છીએ. દરમિયાન, વડા પ્રધાન પટોંગથરન શિનવાત્રાએ ટ્વિટર પર લખ્યું કે, આજે થાઇલેન્ડ પર મેઘધનુષ્ય ધ્વજ (સમલૈંગિક ધ્વજ) ગર્વથી લહેરાતો રહે છે. નવા લગ્ન કાયદામાં પુરુષ, સ્ત્રી, પતિ અને પત્નીને બદલે લિંગ-તટસ્થ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા કાયદામાં ટ્રાન્સજેન્ડરોને લગ્ન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

લોકોની કેવી જોવા મળી પ્રતિક્રિયા?

જણાવી દઇએ કે, આ કાયદાને માન્યતા મળ્યા પછી, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ સમાન લિંગ સાથે લગ્ન કરી શકે છે. લોકો આ નિર્ણયને બંને હાથે સ્વીકારી રહ્યા છે. એક ટ્રાન્સજેન્ડર મહિલાએ જણાવ્યું કે, તે તેના 22 વર્ષીય બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકતી નથી કારણ કે તે કાયદેસર રીતે પોતાનું લિંગ બદલી શકતી નથી, પરંતુ હવે સમલૈંગિક લગ્નને માન્યતા મળ્યા પછી, તે લગ્ન કરી શકશે. તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

વિશ્વના ઘણા દેશોએ આપી છે માન્યતા

સમલૈંગિક લગ્નને વિશ્વના ઘણા દેશોએ માન્યતા આપી છે. જણાવી દઇએ કે, અમેરિકા, જર્મની, બેલ્જિયમ અને ફ્રાન્સ જેવા 31 દેશોએ સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપી છે. જ્યારે ઈરાન, યમન, નાઇજીરીયા, બ્રુનેઈ અને કતાર સહિતના 13 દેશોમાં સમલૈંગિક લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દેશોમાં સમલૈંગિક લગ્ન માટે મૃત્યુદંડ સહિતની કડક સજાની જોગવાઈ છે. ભારતમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની અરજીને ફગાવી દીધી હતી, જેણે દેશમાં આ મુદ્દે ચર્ચાને વેગ આપ્યો હતો. આમ, સમલૈંગિક લગ્નને લગતા કાયદા દેશે દેશે અલગ અલગ છે અને આ મુદ્દે વિશ્વભરમાં હજુ પણ મંતવ્યોમાં વિભાજન જોવા મળે છે.

આ પણ વાંચો :  પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય

Tags :
Gay marriage legalized in ThailandGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahLiving india newsLiving india news liveMARRIAGE EQUALITY ACTSAME SEX MARRIAGE LAW IN THAILANDSame-sex marriageThailandTHAILAND GAY MARRIAGE LAW ENACTEDTHAILAND GIVES LEGAL APPROVAL ON SAME SEX MARRIAGEThailand newsThailand Same Sex Marriage Law
Next Article