જાણો સુનીતા વિલિયમ્સની વાપસી પર એલન મસ્કે શું કહ્યું ?
- મસ્કે સ્પેસએક્સ અને નાસાની ટીમને અભિનંદન પાઠવ્યા
- મસ્કે ટ્રમ્પનો પણ આભાર માન્યો
- ટ્રમ્પે આ મિશનને પ્રાથમિકતા આપી હતી
Elon Musk on Sunita Williams' return : અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી નવ મહિના પછી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન આજે સવારે 3:27 વાગ્યે (IST) ફ્લોરિડા કિનારે સમુદ્રમાં ઉતર્યું હતું. આ વાપસી નાસાના ક્રૂ-9 મિશન દ્વારા કરવામાં આવી, જે સ્પેસએક્સ અને નાસાની મદદથી પૂર્ણ થયું હતું.
સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સ્પેસએક્સ અને નાસા ટીમને આ સફળ વાપસી બદલ અભિનંદન પાઠવ્યા. મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો, જેમણે આ મિશનને પ્રાથમિકતા આપી હતી. મસ્કે ટ્વીટ કર્યું કે, "વધુ એક અવકાશયાત્રીની સુરક્ષિત વાપસી બદલ @SpaceX અને @NASA ટીમોને અભિનંદન! આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ @POTUSનો આભાર!"
સુનીતા વિલિયમ્સ અને ટીમનું મિશન
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર, નિક હેગ અને રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ગયા વર્ષે 5 જૂને બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશમાં ગયા હતા. તે આઠ દિવસનું મિશન હતું, પરંતુ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ટેકનિકલ સમસ્યાને કારણે, તેમને નવ મહિના સુધી ISS માં રહેવું પડ્યું. આ પછી, નાસાએ તેમને સ્પેસએક્સના ક્રૂ -9 મિશનમાં સામેલ કર્યા.
#Crew9's deorbit burn is underway. This eight-minute thruster fire will place @SpaceX's Dragon spacecraft on a precise trajectory to its final splashdown site off the coast of Florida about 45 minutes from now.
— NASA (@NASA) March 18, 2025
આ પણ વાંચો : સુનિતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવા પર ટ્રમ્પે કહ્યું, ' મેં જે વચન આવ્યું હતું, તે પાળ્યું'
લાંબી મુસાફરી અને સુરક્ષિત વાપસી
સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમની 17 કલાકની લાંબી મુસાફરી બાદ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન સફળતાપૂર્વક સમુદ્રમાં ઉતર્યું. નાસાની એક ટીમે અવકાશયાનનો હેચ ખોલ્યો અને અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં મદદ કરી. સુનિતા વિલિયમ્સ કેપ્સ્યુલમાંથી બહાર નીકળતી વખતે ખુબ ખુશ જણાઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયા યુઝરે પૂછ્યો પ્રશ્ન
અવકાશયાત્રીઓને પહેલા તબીબી તપાસ માટે મોકલવામાં આવશે, જેથી તેમના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય અને તેઓ ગુરુત્વાકર્ષણમાં સમાયોજિત થઈ શકે. નાસાએ એમ પણ કહ્યું કે તેમને જલ્દી જ તાજો ખોરાક આપવામાં આવશે. એક ભૂતપૂર્વ યુઝર્સે એક્સ પર ખોરાક વિશે પૂછ્યું. આ અંગે નાસાએ કહ્યું, "જહાજ પરનો ખોરાક સામાન્ય રીતે સારો નથી હતો, પરંતુ તાજો ખોરાક ટૂંક સમયમાં આવી રહ્યો છે."
આ પણ વાંચો : પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને પહેલા ક્યાં લઈ જવામાં આવ્યા ? જાણો ક્યારે મળી શકશે પરિવારને?


