Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump : ટ્રમ્પ નવાજૂની કરશે? અમેરિકન રાષ્ટ્રપતિ આજે રાત્રે 11:30 વાગ્યે કરશે મોટી જાહેરાત

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)ગયા અઠવાડિયાથી જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા નથી, જેના કારણે તેમના આરોગ્ય વિશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. ત્યારે હવે વ્હાઇટ...
donald trump   ટ્રમ્પ નવાજૂની કરશે  અમેરિકન રાષ્ટ્રપતિ આજે રાત્રે 11 30 વાગ્યે કરશે મોટી જાહેરાત
Advertisement

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)ગયા અઠવાડિયાથી જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા નથી, જેના કારણે તેમના આરોગ્ય વિશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. ત્યારે હવે વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે, આજે, 2 સપ્ટેમ્બર 2025ના રોજ, અમેરિકન સમયે બપોરે 2 વાગ્યે (ભારતીય સમયે રાત્રે 11:30 વાગ્યે) તેઓ ઓવલ ઓફિસમાંથી મોટી જાહેરાત કરશે. આ વાતથી સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલી રહી છે.

શું ટ્રમ્પ રાજીનામું આપશે?

ઇન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કે, શું ટ્રમ્પ પદ છોડી દેશે? આ અફવા તેમના આરોગ્ય વિશેના પ્રશ્નોને કારણે વધી છે. ગયા શુક્રવારે X (ટ્વિટર) પર #TrumpIsDead અને #WhereIsTrump જેવા હેશટેગ ટ્રેન્ડ થયા હતા. જણાવી દઈએ કે, 27 ઓગસ્ટે વ્હાઇટ હાઉસ કેબિનેટ મીટિંગ પછી તેઓ જાહેરમાં દેખાયા નથી. તે મીટિંગની તસવીરમાં તેમના હાથ પર ઈજાના નિશાન દેખાયા હતા, જે તસવીર પણ વાયરલ થઈ હતી.

Advertisement

Advertisement

નવા રાષ્ટ્રપતિની ઘોષણા થશે?

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, આ હાથ મિલાવવાના કારણે થયું હતું, પણ અફવાઓ રોકાઈ નહીં. 30 ઓગસ્ટે તેઓ વર્જિનિયાના ગોલ્ફ ક્લબમાં જોવા મળ્યા હતા, પણ કેટલાક કહે છે કે, તે તેમની બોડી ડબલ (ટ્રમ્પ જેવો દેખાતો અન્ય વ્યક્ત) હતો. તેઓ તેમના પ્લેટફોર્મ Truth Social પર સક્રિય છે, પણ કેટલાક મજાક કરીને કહે છે કે, કદાચ આ જાહેરાતમાં નવા રાષ્ટ્રપતિની ઘોષણા થશે અથવા તેઓ આરોગ્ય કારણોસર રાજીનામું આપશે અને નવા વાઇસ પ્રેસિડન્ટની પસંદગી થશે.

આ પણ  વાંચો -Pakistan : 'પૂરનું પાણી આશીર્વાદ છે, તેને ડોલમાં ભરી લો...' પાકિસ્તાનના મંત્રીનું લોકોને અદ્ભુત જ્ઞાન

શું આ જાહેરાત ટેરિફ સાથે જોડાયેલી છે?

કેટલાક નિષ્ણાતો માને છે કે, આ જાહેરાત વેપાર અને ટેરિફ (આયાત કર) નીતિ વિશે હોઈ શકે છે. તાજેતરમાં ટ્રમ્પ વહીવટે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેમાંથી 25% રશિયા પાસેથી તેલ ખરીદવાની સજા તરીકે છે. ભારતે આ દબાણ સામે ઝુકવાનો ઇનકાર કર્યો છે. સોમવારે ચીનમાં SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ મળ્યા હતા. તેમની મિત્રતાપૂર્ણ તસવીરોએ વોશિંગ્ટનના રાજકારણમાં ઓહાપો મચાવી દીધો હતો. આ પછી ટ્રમ્પે Truth Social પર લખ્યું કે, ભારત-અમેરિકા વેપાર એકતરફી છે અને હવે ઘણું મોડું થઈ ગયું છે. અમેરિકન મીડિયા કહે છે કે, ટ્રમ્પ હવે ભારતીય દવાઓ પર પણ ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. જો આ થાય તો ભારતીય ફાર્મા કંપનીઓને મોટો ફટકો લાગશે, કારણ કે તેમની 40% દવાઓ અમેરિકા નિકાસ થાય છે.

Tags :
Advertisement

.

×