Pakistani YouTubers ની દુર્દશા! બે યુટ્યુબરને સરકાર દ્વારા ફાંસીની સજાનું ફરમાન?
- પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ
- મીડિયા બાદ હવે સોશિયલ મીડિયા પર પણ સરકાર હાવી
- શોએબ ચૌધરી અને સના અહેમદને ફાંસીની સજાની શક્યતા
Pakistani YouTubers: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા બે યુટ્યૂબર શએબ ચૌધરી અને સના અહેમદ ભારતમાં વધારે પ્રખ્યાત છે. તેમની યુટ્યુબ ચેનલ ભારત સહિત અનેક દેશોમાં જોવાય છે. જો કે હવે કતિત રીતે દાવો થઇ રહ્યો છે કે, પાકિસ્તાની સરકારે તેમને ફાંસીની સજા ફટકારી છે.
આવા દાવા પાકિસ્તાનના અનેક સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે. આ ગંભીર મુદ્દે અનેક લોકો વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. જેને NamoRashtravad નામની યુટ્યુબ ચેનલે પોતાની ચેનલ પર શેર કરી. આ વીડિયોમાં અનેક લોકોએ દાવો કર્યો કે, શોએબ ચૌધરી અને સના અહેમદને ફાંસી પર લટકાવી દેવાશે.
આ પણ વાંચો : 'પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ' કાયમી માટે દૂર કરાશે? કાયદા મંત્રીએ મોટો સંકેત આપ્યો
સરકાર દ્વારા બંન્નેને ફાંસીની સજા ફટકારાઇ હોય તેવો દાવો
મળતી માહિતી અનુસાર નિર્ણય ત્યાના અધિકારીઓ દ્વારા લેવાયો છે. જો કે તેની પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારુ જણાવાઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર કરાયેલા દાવા અનુસાર શોએબ ચૌધરીની યુટ્યુબ ચેલન રિયલ એન્ટરટેઇનમેન્ટ અને સના અહેમદ નામની યુટ્યુબ પર પાકિસ્તાનની સ્થિતિ, લોકોની પ્રતિક્રિયા લેવામાં આવે છે. ભારત અંગે પણ તેમના રિએક્શન લેવામાં આવે છે. હવે પાકિસ્તાની નેતાઓને આ વાત સાચી નથી લાગી રહી અને તેમને આ યુટ્યુબર દ્વારા ફાંસી પર ચડાવવાનો નિર્ણય લીધો છે.
બંન્ને યુટ્યુબરના બચાવ માટે અભિયાન
આ સમાચાર પાકિસ્તાની સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે. તેની પહેલા બંન્ને યુટ્યુબર પર પોલીસ કાર્યવાહીના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ બંન્નેએ ગત્ત 14 દિવસથી કોઇ વીડિયો પોસ્ટ કર્યો નથી. જેના કારણે સોશિયલ મીડિયા પર આ બંન્નેની સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાની સરકાર પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat: ઉતરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો, 108 સેવાને 4947 ઇમરજન્સી કોલ મળ્યા
પાકિસ્તાની યુટ્યુબરની દુર્દશા
સના અહેમદે પોતાના અંતિમ વીડિયો 2 અઠવાડીયા પહેલા પોસ્ટ કર્યો હતો. બીજી તરફ રિયલ એન્ટરટેઇનમેન્ટ ચેનલના ઓનર શોએબ ચૌધરીએ પણ યુટ્યુબ પર પોતાનો અંતિમ વીડિયો આજથી 2 અઠવાડીયા પહેલા પોસ્ટ કર્યો હતો. સૌથી ખાસ વાત છે કે, બંન્ને વ્યક્તિના વીડિયો ભારતમાં ખુબ જ જોવાય છે. તેમના વીડિયો પર કરોડો વ્યુ આવતા હતા. આ ઉપરાંત બંન્નેના સબ્સ્ક્રાઇબર પણ 16 લાખ કરતા વધારે હતા. તેમાં સૌથી વધારે લોકો ભારતનાં જ હોય છે.
અનેક યુટ્યુબરને સરકાર દ્વારા ડરાવાઇ રહ્યા હોવાનો દાવો
બીજી તરફ મહિલા યુટ્યુબર આરજુ કાઝમી પર પણ પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યાર બાદથી તેમણે પણ કોઇ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર કોઇ પણ પ્રકારનો પોસ્ટ કર્યો નથી. જેના હારણે હાલમાં તો પાકિસ્તાનમાં મીડિયાની સ્વતંત્રતા તો ખતમ થઇ જ ચુકી હતી પરંતુ હવે યુટ્યુબર પણ સુરક્ષીત નથી. પાકિસ્તાન સરકાર નિરંકુશ રીતે જેને ઇચ્છે તેન ગુમ કરી દે છે. જેના કારણે હવે આ યુટ્યુબર્સ પણ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ કોઇ પણ પ્રકારના વીડિયો અપલોડ કરવાથી ગભરાઇ રહ્યા છે.
આ પણ વાંચો : સ્કૂલોમાં બોમ્બની ધમકી મામલે લિંકના આરોપો પર AAP આકરા પાણીએ, ભાજપની ઝાટકણી કાઢી


