આ છે દુનિયાનો સૌથી રહસ્યમય રોડ! દિવસમાં માત્ર બે કલાક જ મળે છે જોવા, પછી થઈ જાય છે ગાયબ
- દુનિયાનો સૌથી રહસ્યમય રોડ
- પેસેજ ટુ ગોઈસ તરીકે ઓળખાય છે
- માત્ર બે કલાક માટે જ ખુલે છે
Road That Disappears Twice A Day: કલ્પના કરો કે જો દુનિયામાં ચાલવા માટે કોઈ રસ્તો ન હોત તો માનવી કેવી રીતે ચાલશે? પહેલાના જમાનામાં રસ્તા નહોતા, પરંતુ આજના જમાનામાં આની કલ્પના પણ કરી શકાતી નથી. પરંતુ દુનિયામાં એક એવો રસ્તો છે જે માત્ર બે કલાક માટે જ ખુલે છે અને તે પછી ગાયબ થઈ જાય છે. તે સામાન્ય માણસ માટે રહસ્ય હોઈ શકે છે, પરંતુ તે જ્યાં સ્થિત છે તે લોકો માટે તે સામાન્ય બાબત છે. ચાલો તેના વિશે જાણીએ.
આ રોડ કયા નામે ઓળખાય છે?
યુરોપિયન દેશ ફ્રાન્સમાં એક એવો રસ્તો છે, જેનો ત્યાંના લોકો રોજ ઉપયોગ કરે છે, પરંતુ તેઓ માત્ર બે કલાક જ ત્યાંથી પસાર થઈ શકે છે. બે કલાક પછી આ રસ્તો મળવો પણ અશક્ય બની જાય છે. આ રોડ ફ્રાન્સના એટલાન્ટિક કોસ્ટ પર આવેલા નોઈર્મોટીયર આઈલેન્ડને મેઈનલેન્ડ સાથે જોડે છે. આ પેસેજ ટુ ગોઈસ તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ ભાષામાં ગોઈસ એટલે ભીના જૂતા સાથે રસ્તો ક્રોસ કરવો.
કેવી રીતે બન્યો આ રોડ?
પેસેજ ટૂ ગોઈસની લંબાઈ 4.5 કિલોમીટર છે. આ રોડને પહેલી વખત ફ્રાન્સના નકશા પર 1701માં જોવા મળ્યો હતો.પહેલાના સમયમાં આ રસ્તો પાર કરવો જોખમી માનવામાં આવતો હતો કારણ કે, તે સમયે તે માત્ર બે કલાક માટે જ દેખાતો હતો અને લોકોને તેના વિશે ઓછી માહિતી હતી. પછી જ્યારે ભરતીના કારણે દરિયામાં પાણીના મોજા વધે છે ત્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે. પહેલાના સમયમાં આ ટાપુ સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ થતો હતો, પરંતુ ધીમે ધીમે તેના પર કાંપ જમા થવા લાગ્યો અને તે રોડ બની ગયો.
2 કલાક પછી રસ્તો ક્યાં જાય છે
જ્યારે આ રસ્તો પાણીમાં ડૂબી જાય છે, ત્યારે તે 13 ફૂટ નીચે જતો રહે છે અને તેને અકસ્માતનો માર્ગ કહેવામાં આવે છે. દરિયાની વચ્ચે આવેલા આ રસ્તાને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમના માટે આ કોઈ રોમાંચથી ઓછું નથી. પ્રવાસીઓ આ રસ્તા પર વાહન ચલાવીને સાહસનો આનંદ માણે છે.


