Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ મુસ્લિમ દેશે બૂરખા અને દાઢી પર સંપૂર્ણ રીતે લગાવ્યો પ્રતિબંધ, નિયમ તોડ્યો તો....

એક ઈસ્લામિક દેશ કે જ્યાં મુસ્લિમની વસ્તી 96 ટકા છે તે દેશમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઈસ્લામિક દેશ TAJIKISTAN છે જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આ નવા કાયદામાં તે પણ કહેવામાં આવ્યું છે...
આ મુસ્લિમ દેશે બૂરખા અને દાઢી પર સંપૂર્ણ રીતે લગાવ્યો પ્રતિબંધ  નિયમ તોડ્યો તો
Advertisement

એક ઈસ્લામિક દેશ કે જ્યાં મુસ્લિમની વસ્તી 96 ટકા છે તે દેશમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઈસ્લામિક દેશ TAJIKISTAN છે જ્યાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આ નવા કાયદામાં તે પણ કહેવામાં આવ્યું છે કે, જે કોઈ પણ આ કાયદાનો ભંગ કરશે તેને 62 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. તેટલું જ નહીં પરંતુ તાજિકિસ્તાનમાં જાડી દાઢી રાખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

TAJIKISTAN ના સદના ઉપલા ગૃહ 'મજલિસી મિલી'માં આ બિલને ઔપચારિક મંજૂરી અપાઈ

TAJIKISTAN કે જે એક ઈસ્લામિક દેશ છે ત્યાં બુરખો પહેરવા ઉપર અને જાડી દાઢી રાખવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. TAJIKISTAN ના સદના ઉપલા ગૃહ 'મજલિસી મિલી'માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ, ઇદ અલ-ફિત્ર અને ઇદ અલ-અધા માટે બાળકોની ઉજવણીમાં વિદેશી પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ મૂકે છે. આ સમય દરમિયાન, બાળકો લોકોનું અભિવાદન કરવા માટે તેમના ઘરની બહાર આવે છે. એડમિનિસ્ટ્રેટિવ વાયોલેશન કોડમાં સુધારાને મંજૂરી આપ્યા બાદ આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

Advertisement

જાડી દાઢી પર પણ પ્રતિબંધ

તમને જાણીને નવાઈ લાગશે પણ આ દેશ કે જ્યાં પ્રમુખ વસ્તી જ મુસ્લિમની છે ત્યાં બુરખા ઉપરાંત બિનસત્તાવાર રીતે જાડી દાઢી પર પ્રતિબંધ મુકાયો છે. અહી ઉલ્લેખનીય છે કે, વર્ષમાં 2007 માં તાજિકિસ્તાનના શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓ માટે ઇસ્લામિક ડ્રેસ અને પશ્ચિમી શૈલીના મિનીસ્કર્ટ બંને પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં આ પ્રતિબંધ તમામ જાહેર સંસ્થાઓ સુધી લંબાવવામાં આવ્યો હતો.

Advertisement

TAJIKISTAN સરકારના આ નિર્ણયની દેશભરમાં ટીકા થઈ રહી છે

તેમના દેશના લોકો પણ સરકારના આ નિર્ણય બાદથી ખુશ નથી. TAJIKISTAN સરકારના આ નિર્ણયની દેશભરમાં ટીકા થઈ રહી છે. માનવાધિકાર સંગઠનો સહિત મુસ્લિમો સાથે જોડાયેલા ઘણા જૂથોએ નવા કાયદાનો વિરોધ કર્યો છે. ભલે તાજિકિસ્તાનમાં હવે હિજાબ વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ તાજિકિસ્તાનની સરકારે હંમેશા હિજાબનો વિરોધ કર્યો છે. તે તેને દેશના સાંસ્કૃતિક વારસા અને વિદેશી પ્રભાવ માટે ખતરો માને છે. 2015 માં રાષ્ટ્રપતિ ઈમોમાલી રહેમાને પણ હિજાબ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.

નિયમ તોડવા પર થશે ભારે દંડ

સરકાર દ્વારા આ નવા કાદયાનો ભંગ કરનારા લોકોના ઉપર દંડ ફટકારવાની વાત કહી છે. સરકારના નવા કાયદાનો ભંગ કરવા બદલ 7,920 સોમોની (સ્થાનિક ચલણ) અથવા કાનૂની સંસ્થાઓ માટે રૂ. 62,172 થી લઈને 39,500 સોમોની (રૂ. 3.10 લાખ) સુધીનો દંડ લાદવામાં આવ્યો છે. આ સિવાય સરકારી અધિકારીઓ અને ધાર્મિક અધિકારીઓને દોષિત ઠેરવવા પર 54,000 સોમોની (રૂ. 4.24 લાખ) થી 57,600 સોમોની (રૂ. 4.52 લાખ) સુધીનો દંડ ફટકારવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમેરિકા 2.5 લાખ ભારતીય યુવાનોને દેશમાંથી હાંકી કાઢશે, જાણો કારણ...

Tags :
Advertisement

.

×