ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Train Accident : રશિયામાં રેલવે બ્રિજ તૂટી પડતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 પ્રવાસીઓના મૃત્યુ

રશિયાના બ્રાયન્સ્કમાં એક રેલવે બ્રિજ તૂટી પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 7 પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. વાંચો વિગતવાર.
05:26 PM Jun 01, 2025 IST | Hardik Prajapati
રશિયાના બ્રાયન્સ્કમાં એક રેલવે બ્રિજ તૂટી પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 7 પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. વાંચો વિગતવાર.
Train Accident Russia Gujarat First

Train Accident : રશિયાના બ્રાયન્સ્કમાં એક રેલવે બ્રિજ તૂટી પડતા મોટો અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 7 પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોન સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક શક્યતા અનુસાર યુક્રેને આ રેલવે બ્રિજ ઉડાવી દીધો હોઈ શકે છે કારણ કે, બ્રાયન્સ્ક પ્રદેશ યુક્રેન સરહદની નજીક આવેલ છે.

કઈ રીતે સર્જાયો અકસ્માત ?

રશિયામાં બ્રાયન્સ્કમાં એક રેલવે બ્રિજ તૂટેલો હોવાથી મોટો રેલ અકસ્માત સર્જાયો છે. બ્રિજ તૂટેલો હોવાથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 7 પ્રવાસીઓના મૃત્યુ થયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોને સત્વરે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બ્રાયન્સ્ક પ્રદેશના ગવર્નર એલેક્ઝાન્ડર બોગોમાઝે માહિતી આપી છે કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલોમાં 2 બાળકો પણ છે, જેમાંથી એકની હાલત ગંભીર છે.

આ પણ વાંચોઃ  Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને ઈન્ટર. ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) એ દોષી ઠેરવ્યા

180 રેસ્ક્યુઅર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ

રશિયાના ડીઝાસ્ટર ડીપાર્ટમેન્ટ દ્વારા ટેલિગ્રામ પર જણાવવામાં આવ્યું છે કે, જ્યાં ટ્રેન ટ્રેક પરથી ઉતરી ગઈ અને અકસ્માત થયો તે સ્થળે 180 રેસ્ક્યુઅર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ ઘાયલો અને મૃતકોને ઘટના સ્થળ પર શોધી રહ્યા છે અને હોસ્પિટલ સુધી પહોંચાડી રહ્યા છે.

બ્રાયન્સ્કમાં અવારનવાર થાય છે હુમલાઓ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી બ્રાયન્સ્ક પ્રદેશમાં વારંવાર સરહદ પારથી ગોળીબાર, ડ્રોન હુમલા અને ઘૂસણખોરી જેવી ઘટનાઓ ઘટી રહી છે. ગવર્નર બોગોમાઝે જણાવ્યું હતું કે, ટ્રેન ક્લિમોવોથી મોસ્કો જઈ રહી હતી. દરમિયાન તે બ્રાયન્સ્ક પ્રદેશના વાયગોનિચસ્કી જિલ્લામાં ફેડરલ હાઈવે નજીક તૂટી પડેલા બ્રિજ સાથે અથડાઈ હતી. આ જિલ્લો યુક્રેનિયન સરહદથી લગભગ 100 કિલોમીટર (62 માઈલ) દૂર સ્થિત છે.

આ પણ વાંચોઃ  NASA નું નેતૃત્વ કોણ કરશે? ટ્રમ્પે ઈસાકમેનને હટાવ્યા, ટૂંક સમયમાં નવા ચીફની થશે જાહેરાત

Tags :
180 rescuers7 passengers dieda railway bridge collapsedBryanskGujarat FirstGUJARAT FIRST NEWSmore than 30 injuredPutinRelief and Rescue Operationrussiatrain accidentwar between Russia and Ukraine
Next Article